ટોપ ન્યૂઝમહાકુંભ 2025

મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા તમામ પુલ; ભાગદોડ બાદ પરિસ્થિતિ બની સામાન્ય…

પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભમાં મચેલી ભાગદોડમાં 30 લોકોના મૃત્યુ થયા હતા. જો કે ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર પવિત્ર સ્નાન માટે આવનારા લાખો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રણ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે. ભાગદોડની ઘટના બાદ આજે ગુરુવારે પણ અનેક શ્રદ્ધાળુઓએ સગંમ અને ઘાટ પર ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર બપોર 2 વાગ્યા સુધીમાં 1.52 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

Also read : મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ નાસભાગથી નહીં આ કારણે થયું, જાણો વિગત

પોન્ટૂન પુલ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા

મહાકુંભ દરમિયાન અમુક પુલ બંધ કરવામાં આવ્યા બાદ ભાગદોડ મચી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓના ભારે દબાણ બાદ તમામ પુલ ખોલી દેવામાં આવ્યા છે. તમામ પોન્ટૂન પુલ શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યા છે. ડીઆઈજી મહાકુંભ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે પોલીસ આગામી વસંત પંચમીના રોજ યોજાનાર અમૃત સ્નાન માટે સુરક્ષા વ્યવસ્થા પર સક્રિયપણે કામ કરી રહી છે અને મેળાના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહી છે.

આગામી શાહી સ્નાનની કેવી તૈયારીઓ

તેમણે જણાવ્યું હતું કે આગામી શાહી સ્નાનને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે અને તેને ધ્યાનમાં રાખીને અમે પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોની તૈનાતીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. આજે ભીડને નિયંત્રણ માં લાવવા માટે તમામ પુલ ફરીથી ખોલવામાં આવ્યા છે. હાલ મેળા વિસ્તારની સ્થિતિ સામાન્ય બની રહી છે. જોકે, વસંત પંચમી પહેલા ભીડના નિયંત્રણ માટે મુખ્ય સ્થળોએ નવા નિયંત્રણો લાદવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે થયેલી દુ:ખદ ભાગદોડની ઘટના બાદ, મેળા વિસ્તારમાં 30 પોન્ટૂન પુલ પર એક તરફી આવાગમનની વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. એટલે કે દરેક પુલ પર ફક્ત એક જ દિશામાં આવન-જાવનને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે પાછું આવવા માટે બીજા પોન્ટૂન પુલ બનાવવામાં આવ્યા છે.

Also read : મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો

નો-વ્હીકલ ઝોન

પોલીસ અધિક્ષક (ટ્રાફિક) અંશુમન મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ભીડ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી જાતી ત્યાં સુધી આ વિસ્તાર નો-વ્હીકલ ઝોન રહેશે. તેમણે કહ્યું, “જ્યાં સુધી બધા શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને ન જાય ત્યાં સુધી વાહન પાસ માન્ય રહેશે નહીં. જ્યાં સુધી ભીડ મેળા વિસ્તારમાંથી બહાર ન જાય ત્યાં સુધી કોઈપણ બહારના વાહનને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button