Mahakumbh 2025:સીએમ યોગીએ કહ્યું, મહાકુંભ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક

આગ્રા : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમા આયોજિત મહાકુંભમાં(Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે. જેમાં 26 ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના રોજ અંતિમ સ્નાન છે.
જેની માટે વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 62 કરોડ ભક્તોએ પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે એક ચોક્કસ સમયગાળા દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું એ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક છે.
આપણ વાંચો: મહાકુંભમાં મહાજામઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ફરી ભીડ જામી
સ્ટાર્ટઅપ જગતનો યુનિકોર્ન છે મહાકુંભ
આગ્રામાં યુનિકોર્ન કંપની કોન્ક્લેવમાં મહેમાનોનું સ્વાગત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું, ‘હું તેને સ્ટાર્ટઅપ જગતનો યુનિકોર્ન મહાકુંભ કહી શકું છું. હાલના સમયે મહાકુંભ પ્રત્યે આકર્ષણ છે. આ ઉપરાંત સીએમ યોગીએ કહ્યું, ‘આ મારા માટે મહત્વપૂર્ણ છે. આજે જ્યારે હું બ્રજ ભૂમિ પર આવ્યો છું.
ત્યારે તેની પાછળ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ રહેલી છે. તેણે લાંબા સમયથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. યોગીએ કહ્યું કે હું ગઈકાલે જ પ્રયાગરાજથી આવ્યો છું અને આજે આ કોન્ક્લેવમાં પછી મારે ફરીથી પ્રયાગરાજ પહોંચવાનું છે.
આપણ વાંચો: અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભ જતી 10 ટ્રેન રદ: ગુજરાતી શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી…
ઘટના માટે પોતે જ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક
આ વખતે મહાકુંભમાં આવનારા ભક્તો વિશે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અત્યાર સુધીમાં 62 કરોડ ભક્તો પ્રયાગરાજ મહાકુંભમાં આવી ચૂક્યા છે. યોગીએ કહ્યું, મને લાગે છે કે દુનિયાની કોઈપણ ઘટનામાં ચોક્કસ સમયગાળા દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું અને તે પણ એક ઘટના માટે પોતે જ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક છે.
પ્રાચીન કાળથી ભારતમાં આવા કાર્યક્રમોની વ્યવસ્થા
આપણ વાંચો: ગુજરાતના આટલા શ્રદ્ધાળુઓને રેલવેએ પહોંચાડ્યા મહાકુંભમાં
આ અંગે ખુશી વ્યક્ત કરતા સીએમ યોગીએ કહ્યું કે તેમની સરકારને ઉત્તર પ્રદેશમાં તેનું આયોજન કરવાની તક મળી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આપણે કુંભ વિશે વાત કરીએ છીએ ત્યારે કુંભનો ઇતિહાસ આપણને એવું વિચારવા મજબૂર કરે છે કે પ્રાચીન કાળથી ભારતમાં આવા કાર્યક્રમોની વ્યવસ્થા હતી.
કુંભ સંસ્કૃતિઓને જોડાવાનું માધ્યમ બનશે
સીએમ યોગીએ કહ્યું કે કુંભનું આયોજન ચાર પવિત્ર સ્થળોએ થાય છે જેમાં યુપીમાં પ્રયાગરાજ, ઉત્તરાખંડમાં હરિદ્વાર, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાસિક (ત્ર્યંબકેશ્વર)નો સમાવેશ થાય છે. તેની પૃષ્ઠભૂમિમાં જતા યોગીએ કહ્યું કે એવું વિચાર્યું હશે કે જ્યારે એવો સમય આવશે જ્યારે ભારતના લોકો તેમની પરંપરા અને સંસ્કૃતિથી અલગ થઈ જશે ત્યારે કુંભ તેમને જોડવાનું માધ્યમ બનશે.