
પ્રયાગરાજ: મહાકુંભ (Mahakumbh)માં થયેલી ભાગદોડ બાદ હવે અખાડાઓના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ તમામ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ ભીડને નિયંત્રણ કરવાના તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. અમૃત સ્નાનના આરંભ થયા બાદ હવે 13 અખાડા મૌની અમાવસ્યા પર એક પછી એક પવિત્ર સ્નાન કરશે.
Also read : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ
હેલિકોપ્ટરથી સાધુ-સંતો પર પુષ્પવર્ષા
મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર ત્રણે શંકરાચાર્યોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી ulr. અમૃત સ્નાન દરમિયાન હેલિકોપ્ટરથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જોકે ભારે ભીડ અને ભાગદોડને કારણે સાધુ-સંતોને સંગમ કિનારા પર પહોંચવામાં નિર્ધારિત સમય કરતાં લગભગ 10 કલાક મોડું થયું હતું. પ્રયાગરાજમાં રાતના એક વાગ્યે મહાકુંભમાં ભાગદોડ થયા બાદ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.
પરિસ્થિતિ નિયંત્રણમાં, શાહી સ્નાનનો આરંભ
મૌની અમાવસ્યા પર જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું છે કે, “અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ, તેથી અમે સ્નાન મોકૂફ રાખ્યું હતું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ.”
બધા અખાડા એકસાથે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. મારો સંદેશ એ છે કે ભારત એક રહેવું જોઈએ અને આપણે જાતિના આધારે વિભાજિત ન થવું જોઈએ, આપણે હિન્દુ છીએ, આપણે સનાતનીઓ છીએ.
Also read : અરાજકતા અને નાસભાગનો ઇતિહાસ રહ્યો છે કુંભમાં, જાણો ક્યારે ક્યારે બની છે આવી ઘટનાઓ
સંગમસ્થળે સતત શ્રદ્ધાળુઓનો ધસારો
સંગમસ્થળે મુખ્ય સ્થાન સંગમ નોજ તરફ આવનારા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો સ્નાન કર્યું હતું. મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે બપોરના 12 વાગ્યા સુધી લગભગ 4.20 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું છે, જ્યારે કુલ આંકડો 20 કરોડને પાર થયો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એનએસજી સહિત રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફને તહેનાત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.