નેશનલ

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત, આઠ કામદાર ઘાયલ

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભની(Mahakumbh 2025)તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત થયો છે. જેમાં સરાઈનાયતના જગબંધન ગામમાં હાઈ ટેન્શન વાયર ખેંચતી વખતે બ્રિજ ટાવર અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં એક કામદારનો પગ કપાઈ ગયો હતો. જ્યારે બે કામદારો ટાવર નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં કુલ 8 કામદારો ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં ઘાયલ તમામને સહસોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે મજૂરોની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ ઘાયલ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના રહેવાસી છે. બીજી તરફ આ અકસ્માતની માહિતી મળતા જ વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તેમજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

30 થી 35 જેટલા મજૂરો રોકાયેલા હતા

સરાયનાયત પોલીસ સ્ટેશન વિસ્તારના જગબંધનપુર ગામમાંથી રીંગ રોડ પસાર થાય છે. જેની ઉપરથી 400 KVAનો હાઇ ટેન્શન કેબલ પસાર થઇ રહ્યો છે. હાઈ વોલ્ટેજ કેબલના કારણે રીંગરોડ પરના વાહનવ્યવહારને અસર ન થાય તે માટે એક કંપની રીંગરોડની બંને બાજુ ટાવર ઉભા કરી રહી છે. આ કામમાં 30 થી 35 જેટલા મજૂરો રોકાયેલા હતા. ટાવર ઊંચો અને તૈયાર હતો. જેની બાદ શનિવારે બપોરે 2 વાગ્યે કામદારો દ્વારા મશીન દ્વારા વાયર ખેંચવામાં આવી રહ્યા હતા.

બ્રિજ ટાવર નીચે પડી ગયો હતો

ત્યારે અચાનક પવન પણ ફૂંકાયો હતો. આ દરમિયાન અચાનક જોરદાર અવાજ સાથે બ્રિજ ટાવર નીચે પડી ગયો હતો. ટાવર ધરાશાયી થતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. ત્યાં કામ કરતા મજૂરો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરતાં ભાગવા લાગ્યા હતા.

દુર્ઘટનામાં છ કામદારો ઘાયલ થયા હતા

જ્યારે માહિતી મળતાં જ આસપાસના ગામના લોકોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. આ ઘટનામાં છ કામદારો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોના પ્રયાસોથી તમામ ઘાયલોને સારવાર માટે સહસોની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સલીમ અને આમિરની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને પ્રયાગરાજની સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાં રીફર કર્યા છે. સરાઈનાયત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંજય ગુપ્તાએ જણાવ્યું કે, માહિતી મળતા જ સહસોન ચોકીની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button