મહા કુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાનના અવસરે સીએમ યોગી આદિત્યનાથ વૉરરૂમમાં એલર્ટ પર

પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં માઘપૂર્ણિમાના પવિત્ર દિવસે અમૃત સ્નાન માટે માનવ મહેરામણ ઉમટ્યો છે. એમ માનવામાં આવે છે કે આજના દિવસે સંગમમા સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દેવી દેવતાઓ પણ સ્વર્ગમાંથી સ્નાન કરવા સંગમ તીર્થ પર આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી શુભ ફળ મળે છે. માઘપૂર્ણિમાનું સ્નાન એ પાંચમું અમૃત સ્નાન છે .આ પછી મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે. અમૃત સ્નાન કરવાથી વ્યક્તિને દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
કલ્પવાસીઓ શું કરશે?:-
સંગમ કિનારે છેલ્લા એક મહિનાથી કલ્પવાસમાં રહેલા લાખો લોકો તેમના ઉપવાસની આજે પૂર્ણાહુતિ કરશે. આ લોકો છેલ્લા એક મહિનાથી દરરોજ સંગમમાં ડૂબકી લગાવીને અને દિવસમાં એક વખત ભોજન કરીને ધ્યાન ધરી રહ્યા હતા. આજે તેમને તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. આજે મહાકુંભ દરમિયાન સ્નાન અને પૂજા કર્યા પછી કલ્પપાસીઓ સંગમ કિનારો ખાલી કરશે.
Also read: મહાકુંભમાં જઈ રહેલ પિકઅપ અને SUV વચ્ચે અકસ્માત: ત્રણ જણનાં મોત
આજનું વિશેષ મહત્વઃ-
એમ માનવામાં આવે છે કે આજે પવિત્ર નદીઓમાં અમૃતનો વરસાદ થાય છે અને બધું પાણી શુદ્ધ થઈ જાય છે, તેથી આજના દિવસે સંગમ કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આજે લગભગ બે કરોડ લોકો અમૃત સ્નાન કરશે. આ પહેલા મંગળવારે દોઢ કરોડ લોકોએ ત્રિવેણી સ્નાન કર્યું હતું. આજે મહાકુંભમાં અમૃત સ્નાનનું પાંચમું સ્નાન થઈ રહ્યું છે અને વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે અને આ સિલસિલો દિવસભર ચાલુ રહેશે.
યોગી આદિત્યનાથ વોરરૂમમાં હાજર છેઃ-
મહાકુંભમાં મહાપૂર્ણિમાના અમૃત સ્નાન ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. લોકોની ભારે ભીડ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ એલર્ટ મોડ પર છે. તેઓ તેમના લખનઊના નિવાસ્થાનમાં બનાવવામાં આવેલા વોર રૂમમાં હાજર છે અને સવારે ચાર વાગ્યાથી જ મહાકુંભ પર નજર રાખી રહ્યા છે. મહાકુંભમાં આવતા ભક્તોની સુરક્ષા માટે સીસીટીવી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે રસ્તા પર પણ ટ્રાફિક જામ ના થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ તરફ જતા અને આવતા માર્ગો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
લોકો માટે ખાસ એપ બનાવવામાં આવી છેઃ-
મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુ અને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. સરકારે એક સ્માર્ટ એપ્લિકેશન બનાવી છે, જેના દ્વારા ભક્તો મહાકુંભ વિશે બધી માહિતી મેળવી શકે છે. આ એપ દ્વારા સ્નાન ઘાટ, રસ્તા, બસ અને ટ્રેન રુટ વિશે પણ માહિતી આપવામાં આવે છે. ઘાટ પર ભીડ ના વધે તેનું સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે