નેશનલ

મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ

પ્રયાગરાજઃ હિંદુઓની આસ્થાનું પ્રતિક અને દેશનો સૌથી મોટો ધાર્મિક મેળાવડા સમા મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. મહા કુંભમાં સાધુ સંતોનું આગમન તેની દિવ્યતામાં વધારો કરે છે. આ સાધુસંતો એટલા માટે આવતા હોય છે કે તેમની વર્ષોથી ચાલતી તપસ્યા અને કઠોર તપ સંપન્ન થાયઅને તેઓ ભગવાનના ચરણોમાં લીન થઇ જાય. આ મેળામાં દેશવિદેશથી લાખો લોકો આવે છે. જોકે, મહાકુંભમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અખાડા હોય છે. જોકે, અખાડા શબ્દ સાંભળીને આપણા દિમાગમાં પહેલા તો કુસ્તીના અખાડા જ આવે. જોકે, સાધુસંતોના અખાડા એટલે કુસ્તી જેવા અખાડા તો નહીં પણ તેમના મઠ એમ આપણે કહી શકીએ. અખાડા એટલે સાધુસંતોનું એવું જૂથ જે શસ્ત્ર વિધામાં પારંગત હોય. અખાડા સાથે જોડાયેલા સાધુસંતો જણાવે છે કે જે લોકો શાસ્ત્રોથી નહીં માને તેને શસ્ત્રોથી મનાવવા માટે અખાડાનો જન્મ થયો. આદિ શંકરાચાર્યએ સદીઓ પહેલા બૌદ્ધ ધર્મ અને મોગલ ધર્મના વધતા પ્રસારથી હિંદુ સંસ્કૃતિની રક્ષા કરવા માટે અખાડાની સ્થઆપના કરી હતી. અખાડાઓને 13 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યા છે. શૈવ અખાડા, વૈષ્ણવ અખાડા, ઉદાસીન અખાડા
શૈવ સંપ્રદાયના કુલ સાત અખાડા છે, જેઓ શિવની પૂજા કરે છે.

વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા છે, જેના અનુયાયીઓ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની પૂજા કરે છે.

ઉદાસીન સંપ્રદાયના ત્રણ અખાડા છે, જેના અનુયાયીઓ ઓમની પૂજા કરે છે.

આમ બધા મળીને તો હાલમાં કુલ 13 અખાડા છે, પણ આજે આપણે સૌથી મોટો અખાડો કયો તેના વિશે જ જાણીશું
આ બધા અખાડ઼ાઓમાં શૈવ સંપ્રદાયના પ્રતિનિધિત્વ કરવાવાળા શ્રી પંચદશનામ જૂનો અખાડો સૌથી મોટો અખાડો છે.

આ પણ વાંચો : મહાકુંભમાં ચોથા દિવસે 25 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં લગાવી ડૂબકી…

આ અખાડો ઉત્તરાખંડના કર્ણપ્રયાગ ખાતે 1145માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમના પ્રમુખ દેવ શિવ અને તેમના રૂદ્રાવતાર દત્તાત્રેય છે. આ અખાડો નાગા સાધુઓ માટે જાણીતો છે. એમાં મોટા પ્રમાણમાં નાગા સાધુઓ છે. આ અખાડામાં લગભગ પાંચ લાખ નાગા સાધુ અને મહામંડલેશ્વર સન્યાસી સામેલ છે. આ અખાડાના મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિ મહારાજ છે. જૂના અખાડાની પેશવાઇમાં સુવર્ણ રથ, હાથી સહિત અનેક પ્રકારના વૈભવ જોવા મળે છે, જે તેમની ભવ્યતામાં વધારો કરે છે. તેથી જ આને શાહી અખાડો પણ કહેવાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button