ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં મહાકાલેશ્વર બેન્ડ અને શ્રી અન્ન લાડુ પ્રસાદનો પ્રારંભ કરાયો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત પ્રખ્યાત મહાકાલ મંદિરમાં વિશેષ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જેમાં સીએમ ડૉ. મોહન યાદવે મહાકાલ લોક સંકુલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, મહાકાલ બેન્ડ અને શ્રી અન્ન પ્રસાદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહ દરમિયાન સીએમ મોહન યાદવે કહ્યું કે બેન્ડનું પોતાનું મહત્વ છે. શંખના ધ્વનિ તરંગો પણ મહત્વના છે.
શ્રી અન્નના લાડુનો સમાવેશ કરવામાં આવ્યો
આ ઉપરાંત સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે,.અમે વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ પ્રસાદના ભાગ રૂપે ચણાના લોટના લાડુ ચઢાવતા હતા. આનાથી ઉપવાસ કરનારાઓને મુશ્કેલી પડતી. હવે આ પ્રસાદમાં શ્રી અન્નના લાડુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો આનંદ અનોખો છે.
આપણ વાંચો: મહાકાલ મંદિરની સુરક્ષામાં છિંડા, BJP MLAનો પુત્ર કાફલા સાથે પ્રવેશ્યો તો કલેક્ટરે કરી….
મહાકાલ કોરિડોરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરુ
આ ઉપરાંત મહાકાલેશ્વર બેન્ડ અંગે જણાવ્યું હતું કે, આદિવાસી ભાઈઓ અને બહેનો તેમના પરંપરાગત સંગીત વાદ્યો સાથે બાબા મહાકાલની શોભાયાત્રામાં આવવા લાગ્યા છે.
હવે બેંગલુરુની જેમ, શ્રી મહાકાલ કોરિડોરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. જેનાથી ભક્તો મહાકાલનો મહિમા અને ઉજ્જૈનના દિવ્ય ઇતિહાસનો અનુભવ કરી શકશે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે મહાકાલ લોક સંકુલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો-બેન્ડ અને શ્રી અન્ન પ્રસાદ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.