ટોપ ન્યૂઝનેશનલ

મહાદેવ એપના પ્રમોટર ચંદ્રાકર અને રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત, ઇડની વિનંતી પર દુબઈ પોલીસે કરી કાર્યવાહી

નવી દિલ્હી: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના માલિક રવિ ઉપ્પલ પર કાયદાએ પોતાની પકડ વધુ મજબૂત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલે રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી દીધી હતી. ભારતીય એજન્સીની સૂચના પર કાર્યવાહી કરતા દુબઈની સ્થાનિક પોલીસે રવિ ઉપ્પલની ધરપકડ કરી છે. ત્યારે હવે સૌરવ ચંદ્રાકરની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને તેના લોકેશન વિશે માહિતી મળી છે.

43 વર્ષીય રવિ ઉપ્પલની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ હવે રવિ ઉપ્પલને ભારત લાવવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. એજન્સીએ ચાર્જશીટમાં કોર્ટને માહિતી આપી હતી કે રવિ ઉપ્પલે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનો પાસપોર્ટ લીધો હતો, તેમ છતાં તેણે તેની ભારતીય નાગરિકતા છોડી નથી.

આ ઉપરાંત દુબઈમાં સૌરભ ચંદ્રાકરને નજરકેદમાં રાખવામાં આવ્યો છે. ચંદ્રાકરને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.


મહાદેવ એપ એ સટ્ટાબાજી પર ચાલતી એપ હતી. જે લોકો ઓનલાઇન સટ્ટાબાજી કરે છે તેમના માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે રીતે રમાડવામાં આવતી હતી. એપનું નેટવર્ક ઘણું મોટું હતું. જેમાં છત્તીસગઢમાં સૌથી વધુ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.

એપને ફ્રેન્ચાઇઝી તરીકે ચલાવવામાં આવી હતી. મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. વપરાશકર્તાને શરૂઆતમાં જ નફો મળે છે અને પછી નુકસાન થાય છે. બંનેએ 80% નફો પોતાની પાસે રાખ્યો હતો. એસ એપ એવી રીતે બનાવવામાં આવી હતી કે ફક્ત 30 ટકા વપરાશકર્તાઓ જ જીતી શકે.

આ કેસમાં એક નામ સુમિત ચડ્ડાનું છે જે સંજય ભંડારીનો સંબંધી છે.ચડ્ઢાસામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરતા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશે કહ્યું હતું કે EDની વિનંતી અને 16 ઓક્ટોબરના રિપોર્ટને ધ્યાનમાં રાખીને તેઓ માને છે કે આરોપી સુમિતની હાજરી આ એપમાં કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે નહોતી એટલે તેમને કોઈપણ રીતે જમીન મળી શકે નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button