નેશનલ

માઘ મેળામાં આ છોકરીને જોવા થઈ રહી છે પડાપડી: જાણો શું છે તેનું નામ…

પ્રયાગરાજ: ત્રિવેણી સંગમ પ્રયાગરાજ ખાતે માઘ મેળો શરૂ થઈ ચૂક્યો છે. ગયા વર્ષ અહીં યોજાયેલા મહાકુંભ મેળામાં માળા વેચવા આવેલી એક છોકરી વાયરલ થઈ હતી. જેને લોકોએ ‘મોનાલીસા’ સાથે સરખાવી હતી. હવે આ વર્ષે માઘના મેળામાં લીમડાનું દાતણ વેચવા આવેલી એક સાધારણ છોકરી સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. આ છોકરીની માસૂમિયત અને તેના નિખારે લાખો લોકોના દિલ જીતી લીધા છે.

માઘ મેળામાં વાયરલ થયેલી છોકરી કોણ છે?

પ્રયાગરાજ ખાતેના માઘ મેળામાં ‘બાસમતી’ નામની છોકરી લીમડાનું દાતણ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. જોકે, તે હાલ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. પરંપરાગત ઘરેણા-પોષાક તથા અનોખો મેકઅપ તેની ઓળખ બની ચૂક્યો છે. તેના ગળામાં જાડો હાર, ત્રણ નથણી (નાકની વીંટી) અને કાનમાં મોટી બુટ્ટીઓ પહેરેલી જોવા મળે છે. ‘બાસમતી’ની આંખોમાં રહેલી ચમક અને સાદગીને કારણે ફોટોગ્રાફર્સ અને ઈન્ફ્લુએન્ઝર્સ તેના વીડિયો બનાવવા માટે પડાપડી કરી રહ્યા છે.

જોકે, ‘મોનાલીસા’ ની જેમ વાયરલ થવું બાસમતી માટે આશીર્વાદ અને અભિશાપ બંને સાબિત થઈ રહ્યું છે. લોકો હવે ‘બાસમતી’ પાસેથી દાતણ ખરીદવાને બદલે તેની સાથે સેલ્ફી લેવામાં અને વીડિયો બનાવવામાં વધુ રસ બતાવી રહ્યા છે. તેની આસપાસ એટલી ભીડ એકઠી થઈ જાય છે કે તેને દાતણ વેચવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણીવાર ભીડને કારણે તેને પોતાનું કામ બંધ કરીને ત્યાંથી જતું રહેવું પડે છે.

‘બાસમતી’નું નસીબ પણ ચમકશે

ઉલ્લેખનીય છે કે, મહાકુંભ મેળામાં વાયરલ થયેલી ‘મોનાલીસા’ એટલી લોકપ્રિય થઈ ગઈ હતી. કે તેને બોલીવૂડમાંથી ફિલ્મો ઓફર થવા લાગી હતી. તે હાલ મુંબઈમાં કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહી છે. ‘બાસમતી’નું નસીબ પણ ‘મોનાલીસા’ની જેમ ચમકશે એવું સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button