મદુરાઈથી ચેન્નાઈ વિમાનના આગળના કાચમાં દેખાઈ તિરાડ, પછી શું થયું…

ચેન્નઈઃ ભારતમાં અમદાવાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે બાદ હવાઈ સફર દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. છાશવારે એવા સમાચાર મળતા રહે છે કે, આ કંપનીના વિમાનમાં હવાઈ સફર દરમિયાન ખામી સર્જાઈ અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાવામાં આવતું હોય છે જેના કારણે મુસાફરોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ વિમાન કુલ 76 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા
ગત શુક્રવારે પણ આવી જ એક ઘટના બની હતી. ઇન્ડિગોના વિમાન 6ઈ-7253માં હવાઈ યાત્રા દરમિયાન કોકપીટ એટલે કે આગળનો કાચમાં તીરાડ આવી ગઈ હતી. આ વિમાન કુલ 76 મુસાફરો સવારી કરી રહ્યાં હતાં. રાત્રે 11:12 વાગ્યે 76 મુસાફરો સાથે વિમાન ઉતરાણ કરતી વખતે, પાઇલટને કાચ તૂટેલો જોવા મળ્યો હતો. તેમણે એટીસીને જાણ કરી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને વિમાનને વેનંબર 95 માં ખસેડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં વિમાન દુર્ઘટના ટળી! ઉદ્યોગપતિને લઈને જતું મિની જેટ રનવે પરથી નીચે સરકી ગયું
શું એરલાઈન્સ યાત્રીઓની સુરક્ષા મામલે ગંભીર છે?
અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ટેક ઓફ પહેલા શું વિમાનની તપાસ કરવામાં નહોતી આવી? આવી ભૂલ કેવી રીતે રહી શકે? કે પછી આ આપણા ‘અત્યાધુનિક’ વિમાનોની ગુણવત્તા છે કે જેના ભાગો હવામાં ઉડતી વખતે તૂટવા લાગે છે. શું આપણી એરલાઈન્સ યાત્રીઓની સુરક્ષા મામલે ગંભીર નથી? આવા સવાલો થવા ખૂબ જ અનિવાર્ય છે. એરલાઇન્સ હંમેશા કહે છે કે મુસાફરોની સલામતી તેમની પ્રાથમિકતા છે, પરંતુ વાસ્તવમાં, તેઓ ફક્ત ટિકિટ વેચવા અને શક્ય તેટલી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની ચિંતા કરે છે. જેના કારણે આ સમસ્યાઓ આવી રહી છે.



