નેશનલ

સો રૂપિયાની ઘડિયાળ ચોરવા માટે મદરેસાના વિદ્યાર્થીને મળી આવી સજા

મુંબઈઃ ચોરી ચોક્કસ ગુનો છે અને ચોર વારંવાર ચોરી ન કરે તે માટે તેને સજા પણ થવી જોઈએ, પરંતુ સજામાં બોધપાઠ હોવો જોઈએ ક્રુરતા નહીં. જોકે મહારાષ્ટ્રમાં એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થી સાથે ક્રૂરતા દાખવી હોવાનું અહેવાલો જણાવે છે.

આ હેરાન કરનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કિશોરે કથિત રીતે નજીકની દુકાનમાંથી ઘડિયાળની ચોરી કરી હતી અને ચોરીની ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.


મહારાષ્ટ્રના એક મદરસામાં 16 વર્ષના વિદ્યાર્થીને માત્ર શિક્ષક જ નહીં પરંતુ તેના સહપાઠીઓએ પણ નિર્દયતાથી માર માર્યાની ઘટના બની હતી. ગુનો એ હતો કે તેણે 100 રૂપિયાની ઘડિયાળની ચોરી કરી હતી. સુરતના આ વિદ્યાર્થીને છત્રપતિ સંભાજી નગરની જામિયા બુરહાનુલ ઉલૂમ મદરેસામાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કિશોરે નજીકની દુકાનમાંથી રૂ. 100ની ઘડિયાળ ચોરી હતી અને તેના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો.


ચોરીની જાણ થતાં દુકાનદારે તરત જ ફરિયાદ નોંધાવી, જેના કારણે ચોરાયેલી ઘડિયાળ તો પાછી મલી ગઈ, પણ મદરેસાના મૌલવી, જે મૌલાના સૈયદ ઉમર અલી તરીકે ઓળખાય છે, તેણે વિદ્યાર્થીને ક્રૂર સજા કરવાની ચેતાવણી આપી અને તેને અર્ધનગ્ન કરી વિદ્યાર્થીઓએ તેને ખૂબ માર માર્યો. આ બધું કથિત રીતે મૌલવીના આદેશ હેઠળ થયું હોવાનું કહેવામાં આવે છે. વિદ્યાર્થી સાથેની ક્રૂરતાનો વીડિયો કેમેરામાં રેકોર્ડ થયો અને ફૂટેજ પીડિત કિશોરના પરિવાર સુધી પહોંચતા તેમણે જેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૌલવી વિરુદ્ધ માઇનોર સ્ટુડન્ટ્સ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button