મંદિરો પિકનિક સ્પોટ નથી: મદ્રાસ હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટકોર?
નવી દિલ્હી : મદ્રાસ હાઈ કોર્ટે એક આદેશ આપતા તમિલનાડુ સરકારને કહ્યું હતું કે તમામ હિન્દુ મંદિરોમાં વિશેષ બોર્ડ લગાવો અને તેમા લખો કે જે લોકો હિન્દુ નથી તેઓ ‘કોડીમારમ’ એટલે કે ધ્વજ સ્તંભની આગળ જવાની મંજૂરી નથી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હિંદુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. મંદિરને પર્યટન સ્થળ ન ગણવું જોઈએ. મંદિરમાં પૂજા સિવાય બીજું કંઈ કરવું યોગ્ય નથી.
તમને જણાવી દઈએ કે હાઈ કોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ એસ શ્રીમતિએ ડી. સેંથિલ કુમારની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. ખાસ વાત એ છે કે સેંથિલ કુમારે અરુલ્મિગુ પલાની ધનદાયુતપાની સ્વામી મંદિર અને બીજા અન્ય મંદિરોમાં માત્ર હિંદુઓને જ પ્રવેશ કરવા દેવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે અરજા કરનાર સેંથિલ કુમારે પલાની મુરુગન મંદિર અને તેયાં આવેલા બીજા અન્ય મંદિરોમાં માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવા વિનંતી કરી હતી. તેની પર સુનાવણી કરતા મદ્રાસ હાઈ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે હિન્દુ નથી અને તેમને કોઈ ભગવાનના દર્શન કરવા જવું છે પહેલા તેમને અરજી કરીને પરવાનગી લેવી પડશે. અને ત્યારબાદ તે હિંદુ ધર્મના રિવાજો અને પ્રથાઓનું પાલન કરશે એવી બાંયધરી આપે છે તો જ મંદિરમાં જવાની પરવાનગી મળી શકે કોર્ટે એમ પણ કહ્યું કે તમામ ધર્મના લોકોને તેમના ધર્મમાં વિશ્વાસ કરવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે. બીજા કોઈના ધર્મના રિવાજો અને વ્યવહારમાં દખલ કરી શકાતી નથી. મંદિર એ પિકનિક સ્પોટ નથી.છે.