Madhya Pradesh to Rename 11 Villages from Mughal Era
નેશનલ

MP માં નામ બદલાવનો દોર; મુખ્ય પ્રધાને કહ્યું 11 ગામોના બદલાશે નામ…

ભોપાલ: ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્ય પ્રદેશમાં નામ બદલાવવાનો દોર શરૂ થયો છે. મધ્ય પ્રદેશ સરકારે મુઘલ સલ્તનત યુગના ગામડાઓના નામ બદલાઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે કાલાપીપાલના મંચ પરથી 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ પહેલા ઉજ્જૈનના બડનગર ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ત્રણ નામ બદલવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ

11 ગામોના નામ બદલવાની જાહેરાત

શાજાપુર જિલ્લાના કાલાપીપલ તાલુકામાં લાડલી બહેન યોજના હેઠળના એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને હાજરી આપી હતી. તેમણે આ યોજનાની રકમ લાડલી બહેનોના ખાતામાં જમા કરાવી હતી. આ સમયે સંબોધન કરતાં સમયે કાલાપીપલના ધારાસભ્યની માંગ પર સ્ટેજ પરથી જ 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી.

કયા 11 ગામોના નામ બદલ્યા?

મુખ્ય પ્રધાને કાર્યક્રમમાં કાલાપીપાલ વિસ્તારના 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી. તેમણે મોહમ્મદપુર મચનાઈનું નામ મોહનપુર, ઢાબલા હુસૈનપુરનું નામ ઢાબલારામ, મોહમ્મદપુર પંવાડિયાનું નામ રામપુર પંવાડિયા, ખજુરી અલાહાબાદનું નામ ખજુરીરામ, હાજીપુરનું નામ હીરાપુર, નિપાનિયા હિસામુદ્દીનનું નામ નિપાનિયા દેવ, રિછડી મુરાદાબાદનું નામ રિછડી, ખલીલપુરનું નામ રામપુર, ઉંચોડનું નામ ઉંચાવાડ, ઘટ્ટી મુખ્તિયારપુરનું નામ ઘટ્ટી અને શેખપુર બોંગીનું નામ બદલીને અવધપુરી કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે હોસ્પિટલ તૈયાર, મફતમાં કરાશે સારવાર

અગાઉ પણ બદલ્યા હતા નામ

ઉલ્લેખનીય છે કે અગાઉ 5 જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન મોહન યાદવે ઉજ્જૈન જિલ્લાના ત્રણ ગામોના નામ બદલવાની જાહેરાત કરી હતી. તેમણે ગઝનીખેડી ગામનું નામ ચામુંડા મહાનગરી, મૌલાના ગામનું નામ વિક્રમ નગર અને જહાંગીરપુર ગામનું નામ જગદીશપુર રાખ્યું હતું.

Back to top button