
સુરતઃ મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું કામ કરે છે. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની બહેનપણી ઘરે આવી ત્યારે તેણે સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા આસપાસના લોકોને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૉડલે કયા કારણોસર આપઘાત કર્યો તેની પોલીસ તપાસ હાથ ધરી હતી. મૉડલના આપઘાતને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મહિલા બેંક કર્મચારીએ કર્યો આપઘાત
જૂનાગઢની મહિલાને પતિ સાથે મનમેળ આવતો ન હતો આ સમયે સોશિયલ મીડિયા મારફતે અમદાવાદના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહી પ્રેમીએ લગ્ન કરવાનું રહેતા પરિવારને કહ્યા વગર પતિ સાથે છૂટાછેડા લીધા હતા ત્યારબાદ મહિલા પ્રેમી સાથે રહેવા આવી ગઇ હતી પ્રેમિ પ્રેમિકાને ત્રાસ આપીને મારઝૂડ કરીને પગાર પણ લઇ લેતો હતો. લગ્ન માટે કહેતા લગ્નની ના પાડી દીધી હતી. જેથી પ્રેમીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો) ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 અને 0261 6554050 વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આ પણ વાંચો…રાપરના ખેતરમાં યુવક-યુવતીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર