મધ્ય પ્રદેશમાં લવ જેહાદ કેસના માસ્ટર માઇન્ડ ફરહાનને ભાગવા જતાં પોલીસની ગોળી વાગી, હોસ્પિટલ ખસેડાયો

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લવ જેહાદ કેસના માસ્ટર માઇન્ડ ફરહાનને પોલીસની ગોળી વાગી છે. ફરહાન પર ભોપાલમાં કોલેજની છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને તેમને અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ છે. આ ઘટના ભોપાલને અડીને આવેલા બિલકિસગંજમાં બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અશોક ગાર્ડન પોલીસ સ્ટેશન ફરહાનને સિહોરના બિલ્કીસગંજમાં ગુનાના સ્થળે લઈ જઈ હતી. આ દરમિયાન ફરહાને લધુશંકા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પછી તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
બળાત્કાર કરનાર ગેંગનો મુખ્ય આરોપી
જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, ફરહાને સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન એક ગોળી ચલાવવામાં આવી જે ફરહાનના પગમાં વાગી. આ ગોળી વાગ્યા બાદ ફરહાનને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરહાન ભોપાલની 5 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરનાર ગેંગનો મુખ્ય આરોપી છે.
અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હેમંત શ્રીવાસ્તવનું નિવેદન બહાર આવ્યું છે.
અશોક ગાર્ડન પોલીસ સ્ટેશનના વડા હેમંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે આરોપી ફરહાન સાથે બીજા આરોપી અબરારની શોધમાં નીકળ્યા હતા. અમે અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનથી બિલ્કીસગંજ, જિલ્લા સિહોર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં રતિબાદ પોલીસ સ્ટેશનની સામે આરોપીએ લધુશંકાની ઇચ્છા વ્યક્ત કરી.
સબ-ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી
તેને બાદ નીચે ઉતારવામાં આવ્યો અને આ દરમિયાન તેની સાથે એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને પણ ઉતારવામાં આવ્યા. આરોપીએ સબ-ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને આ દરમિયાન ગોળી ચલાવવામાં આવી જે ફરહાનને વાગી. આરોપીને સારવાર માટે હમીદયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. બે પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. મેડિકલ કરવામાં આવી રહ્યું છે. તેમનો યુનિફોર્મ ફાટી ગયો છે.
ફરહાનને પગમાં ગોળી વાગી
આ અંગે ડીસીપી પ્રિયંકા શુક્લાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ફરહાનના નિવેદન મુજબ બીજો એક આરોપી અબરાર હતો. જેને પકડવા માટે અશોકા ગાર્ડનની ટીમ ફરહાન સાથે બિલ્કીસગંજ જવા રવાના થઈ હતી. આ મુસાફરી દરમિયાન, ફરહાને લધુશંકા જવાના બહાને સરવર ગામ રાતીબાડ ખાતે કાર રોકાવી હતી. આ દરમિયાન સ્ટાફ પણ વાહનમાંથી નીચે ઉતર્યો હતો . જ્યારે આરોપીએ સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. આ ઝપાઝપી દરમિયાન સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલમાંથી ગોળી નીકળી. જેમાં ફરહાનને પગમાં ગોળી વાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો…શરબત જેહાદ’ શબ્દ બોલીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા; લોકોએ ટ્રોલ કર્યા