નેશનલ

સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?

મુંબઈ: સ્વચ્છતા મામલે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર(Indore)ના વહીવટીતંત્રએ પ્રસંશનીય કામગીરી કરી છે, ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં સ્વચ્છ સર્વેક્ષણ (Swachh Sarvekshan) છેલ્લા કટલાક વર્ષોથી ઇન્દોર પહેલા ક્રમે રહે છે. એવામાં હવે શહેરે વધુ એક સિદ્ધિ મેળવી છે, હવે ઇન્દોર ભિખારી મુક્ત શહેર તરીકે પણ ચર્ચામાં છે.

અહેવાલ મુજબ ઇન્દોરને ભિખારી મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેને કારણે શહેર દેશનું એક માત્ર ભિખારી મુક્ત શહેર (Beggar-free city) બન્યું છે. આ આભિયાનની ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. અહેવાલ મુજબ સેન્ટ્રલ સોશિયલ વેલ્ફેર બોર્ડ અને વર્લ્ડ બેંકની ટીમ હાલ ઇન્દોરના ભીખ માંગવાની પ્રથા નાબૂદી માટેના મોડેલનો અભ્યાસ કરી રહી છે.

સેન્ટ્રલ સોશિયલ વેલ્ફેર બોર્ડ અને વર્લ્ડ બેંક(World Bank)ની ટીમ એવા લોકોનો સંપર્ક કરી રહી છે, જેઓ પહેલા ભીખ માંગતા હતા પરંતુ હવે આત્મનિર્ભર બન્યા છે. ઇન્દોર મોડેલ ટૂંક સમયમાં દેશના અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે.

મધ્યપ્રદેશના ઘણા શહેરોએ ઇન્દોર મોડેલ લાગુ કર્યું:

ઇન્દોર બાદ હવે મધ્ય પ્રદેશના ઘણા શહેરો ઇન્દોરને ભિખારી મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઉજ્જૈનમાં, ધાર્મિક સ્થળોએથી ભિખારીઓને દૂર કરવાની અને તેમના વિસ્થાપનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ભોપાલ જિલ્લા વહીવટીતંત્રે પણ શહેરને ભિખારી મુક્ત બનાવવા અભિયાન શરૂ કર્યું છે.

દેશના અન્ય શહેરો માટે પણ આ મોડેલને પ્રોત્સાહન:

ભીખ માંગવાનું છોડીને આત્મનિર્ભર બનેલા લોકોના બાળકો અન્ય બાળકો સાથે શાળાએ જઈ રહ્યા છે, શિક્ષકો પણ તેમના ભવિષ્યમાં સુધારવાની આશા રાખે છે. દેશના લગભગ શહેરમાં આ સમસ્યા છે. પરિણામે, સમાજ કલ્યાણ વિભાગ અને વિશ્વ બેંક ઇન્દોરના આ મોડેલને અન્ય શહેરોમાં પણ પ્રમોટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ભારત સરકાર ઇન્દોરના આ મોડેલને અન્ય શહેરોમાં પણ લાગુ કરવા માટે ગાઈડલાઈન આપી શકે છે, જેથી ભિખારીઓને રસ્તા પર ભીખ માંગવાનું છોડીને અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવવાની તક મળી શકે

ભિક્ષા વૃતિ નાબૂદ કરવા માટે SMILE યોજના:

એક વર્ષ પહેલા દેશના અન્ય શહેરોની જેમ ઇન્દોરમાં પણ ભિખારીઓ દરેક રસ્તા અને ચોક પર ભીખ માંગતા જોવા મળતા હતા. જેના કારણે રસ્તાઓ પર અકસ્માતો અને અન્ય સમસ્યાઓ થતી હતી. દરમિયાન, ભારત સરકારે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભીખ માંગવાની પ્રથા નાબૂદ કરવા માટે દેશના 9 શહેરોની પસંદગી કરી હતી. જેના અંતર્ગત સૌપ્રથમ ઇન્દોરમાં પ્રયાસો શરૂ થયા હતાં.

સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ:

દરમિયાન, 2024 માં, ઇન્દોર જિલ્લા વહીવટીતંત્રે, સામાજિક સંસ્થા ‘પ્રવેશ’ અને સામાજિક ન્યાય અને મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ સાથે મળીને, ભિખારીઓના પુનર્વસન માટે એક યોજના તૈયાર કરી. તેમજ, તેમના બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે કાયમી વ્યવસ્થા માટે કામ કરવામાં આવ્યું.

આ યોજના હેઠળ, ઇન્દોરના રસ્તાઓ અને ક્રોસરોડ્સ પર ભીખ માંગતા લોકોને પકડીને વિસ્થાપન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને રહેવાની સાથે સાથે ભોજન વગેરે પણ પૂરું પાડવામાં આવતું હતું. આ સમય દરમિયાન, અન્ય રાજ્યોથી ભીખ માંગવા આવેલા ભિખારીઓ સામે FIR નોંધવામાં આવી હતી.

‘પ્રવેશ’ સંસ્થાના જણાવ્યા મુજબ, આ અભિયાન હેઠળ લગભગ 8000 ભિખારીઓનું રેક્યું કરવામાં આવ્યું છે. તેમને સમાજ સુધારણા કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા.

બાળકોને મળી રહ્યું છે શિક્ષણ:

આ ભિખારીઓ સાથે, લગભગ 1200 બાળકો પણ હતા, જેઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત હતા. આ યોજના હેઠળ બધા બાળકોને આંગણવાડીઓ અને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, સાથે તેમને શિક્ષણ માટે સામગ્રી, શાળા યુનિફોર્મ અને આધાર કાર્ડ સહિત અન્ય પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.

ભીખારીઓ સામે કડક પગલા:

CSR ફંડમાંથી વિવિધ હોસ્પિટલોમાં વૃદ્ધ ભિખારીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. માનસિક બીમારી અને માદક દ્રવ્યોના વ્યસનથી પીડાતા 228 ભિખારીઓને વ્યસન મુક્તિ માટે ઉજ્જૈન માનસિક હોસ્પિટલ અને સેવાધામ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા. આ ભિખારીઓમાંથી, બે માફિયા ભિખારીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે બાકીના બે તેમના રાજ્યોમાં પાછા ફર્યા હતા. તેવી જ રીતે, કડકાઈને કારણે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા 2000 થી વધુ ભિખારીઓને તેમના વતન પાછા ફરવું પડ્યું.

લોકોને માહિતી આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા:

આ અભિયાનનું પરિણામ એ આવ્યું કે આજે ઇન્દોરના કોઈપણ રસ્તા કે ચાર રસ્તા પર ભિખારીઓ જોવા મળતા નથી. આ ઉપરાંત, ઇન્દોર જિલ્લા વહીવટીતંત્રે એક નંબર પણ જાહેર કર્યો હતો જેના પર, વોટ્સએપ દ્વારા માહિતી મળતાં, બચાવ ટીમ તાત્કાલિક ભિખારીને પકડી લે છે અને તેને વિસ્થાપન કેન્દ્રમાં લઈ જાય છે. માહિતી આપનારને રૂ.1000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે.

આ ઉપરાંત, નાગરિક સુરક્ષા અધિનિયમ હેઠળ ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પછી, શહેરમાં ભીખ માંગવીને માત્ર ગુનો જ નહીં પરંતુ સજાપાત્ર ગુનો પણ જાહેર કરવામાં આવ્યો.

આ પણ વાંચો….ઈન્દોરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવાયા, મુસ્લિમ પ્રતિનિધિમંડળે વાંધો ઉઠાવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button