લગી શર્તઃ મધ્ય પ્રદેશમાં બનશે આમની સરકાર, 50 રુપિયાનો સ્ટેમ્પ વાઈરલ
ભોપાલઃ લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના મહત્ત્વના રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, જ્યારે ત્રીજી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે એ તો સમય કહેશે, પરંતુ તાજેતરમાં પચાસ રુપિયાના સ્ટેમ્પ પેપર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસની સરકાર બને એના માટે બે વ્યક્તિએ લાખ રુપિયાની શરત પણ લગાવી હતી.
ચાલો જણાવીએ મૂળ હકીકત. તાજેતરમાં મધ્ય પ્રદેશના બે મહાનુભાવોએ રાજ્યમાં કોની સરકાર બનશે તેની શરતો લગાવી હતી, પરંતુ બંને એક લાખ રૂપિયાની શરત મુજબ ચેક લખીને પણ આપ્યો છે અને મધ્યસ્થીને આપી દીધા હતા. પચાસ રુપિયાના સ્ટેમ્પ પેપર પર પાક્કું પણ કરી લીધું કે કોણ શું કહે છે અને કોણ ચૂંટણી જીતશે. આ સાબિતી જગજાહેર છે. 22મી નવેમ્બરના સ્ટેમ્પ પેપરમાં ધનીરામ ભલાવી નીરજ માલવીય નામની વ્યક્તિ પાસે શરત લગાવે છે, જ્યારે મધ્યસ્થી વ્યક્તિ અમિત પાંડેને પણ તેનો ચેક એડવાન્સમાં આપી દીધો છે.
ચૂંટણીના પરિણામનું સટ્ટાબજાર પણ ગરમી પકડે એ સ્વાભાવિક છે. જોકે, મતદાનના આંકડા તથા દરેક પક્ષના પોતાના ગણિત અનુસાર કોણ કેટલી બેઠક મેળવશે તેના અનુમાન અનુસાર બજાર ગરમી પકડે. સટ્ટાબજારમાં પણ બેઠકો પ્રમાણે ભાવ બોલાતા હોય છે, પરંતુ તેના કોઈ આધાર પુરાવા હોતા નથી.