IAS અધિકારીએ મંદિરોના લાઉડસ્પીકરને કારણે ધ્વનિ પ્રદૂષણ સામે સવાલ ઉઠાવ્યા, હિંદુ સંગઠનો નારાજ

ભોપાલ: મંદિરો અને મસ્જીદોમાં લગાવવામાં આવતા લાઉડસ્પીકરમાંથી નીકળતા આવાજનો વિવાદ (Loudspeakers in Mandir and Masjid) વર્ષો જુનો છે. એવામાં મંદિરોમાં લગાવેલા લાઉડસ્પીકર અંગે એક IAS અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાબતે મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં વિવાદ ઉભો થયો છે. IAS ઓફિસર શૈલબાલા માર્ટિને સોશિયલ મીડિયા પર મંદિરોના લાઉડસ્પીકર પર સવાલ ઉઠાવ્યા અને લખ્યું કે તેનાથી અવાજનું પ્રદૂષણ થઈ રહ્યું છે. કેટલાક ધાર્મિક સંગઠનોએ અધિકારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. જ્યારે કોંગ્રેસે IAS અધિકારીની બચાવ કર્યો છે.
ગયા અઠવાડિયે, ભોપાલમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન 13 વર્ષના છોકરાના મૃત્યુ થયા પછી લાઉડસ્પીકરથી થતા અવાજના પ્રદૂષણ અંગે ચર્ચા શરૂ થઈ હતી. છોકરો ડીજેની ધૂન પર નાચી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો અને શુક્રવારે તેનું મોત નીપજ્યું. ઘટના બાદ મધ્યપ્રદેશ પોલીસ એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને કારણે લાઉડસ્પીકરોને કારણે થતા નુકશાન અંગે ચર્ચા શરૂ થઇ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્રકારે મસ્જિદોમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ અને આ સ્થળોની બાહર ડીજેના મ્યુઝિક વગાડવા બાબતે કાયદામાં અસમાનતા પર સવાલ ઉઠાવ્યા હતા. પોસ્ટ પર કમેન્ટ કરતા IAS ઓફિસર શૈલબાલા માર્ટિને કહ્યું કે મંદિરોમાં લગાવેલા લાઉડસ્પીકર અવાજનું પ્રદૂષણ કરે છે. અવાજ દૂરથી સંભળાય છે અને મોડી રાત સુધી ચાલુ રહે છે. શા માટે તેને વારંવાર અવગણવામાં આવે છે?
આ પણ વાંચો……સ્કેમર્સે Sunil Bharti Mittalના અવાજને ક્લોન કરીને કર્યો છેતરપિંડીનો પ્રયાસ, જાણો વિગતો
હિન્દુત્વવાદી સંગઠન ‘સંસ્કૃતિ બચાવો મંચ’ના વડા ચંદ્રશેખર તિવારીએ અધિકારીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે અધિકારી સામે વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી છે.
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફીઝે કહ્યું કે આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને યોગ્ય પ્રશ્ન ઉઠાવ્યો છે. હાફિઝે કહ્યું, ‘એક વરિષ્ઠ અધિકારીએ લાઉડસ્પીકર વિરુદ્ધ ભાજપ સરકારની પક્ષપાતી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. એમાં ખોટું શું છે.’