મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન આ વ્યક્તિ જ બનશે! જાણો શું છે જૈન મુનિની ભવિષ્યવાણી
ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીને બમ્પર જનાદેશ મળ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન કોણ બનશે? ભાજપ હાઈકમાન્ડ આ અંગે મંથન કરવામાં વ્યસ્ત છે. રાજ્યભરમાં અટકળોનો દોર પણ ચાલુ છે. સીએમ પદના દાવેદારોમાં એક નામ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનું પણ છે, જેને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક જૈન સાધુ સિંધિયાને મુખ્ય પ્રધાન તરીકે જોવાની ભવિષ્યવાણી કરતા જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં જૈન સાધુ એક ધાર્મિક સભામાં ઉપદેશ આપતા જોવા મળે છે. તેઓ કહી રહ્યા છે કે દરેક અહીં ચર્ચા કરી રહ્યા છે. અહીં હાજર આપણા જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના સીએમ બનશે. સિંધિયાને સંબોધિત કરતી વખતે મુનિએ એમ પણ કહ્યું હતું કે તેમને સાંસદ પ્રત્યે ખૂબ લગાવ છે. આ વાયરલ વીડિયોમાં સિંધિયા પણ દર્શકોની વચ્ચે આગળની હરોળમાં બેઠેલા જોવા મળે છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. હાલમાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક સંતની આવી ભવિષ્યવાણીએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.
જાણકારોનું માનવું છે કે ગયા વર્ષે મુનિ મહારાજ ગ્વાલિયર આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ફૂલબાગમાં આયોજિત ધાર્મિક મેળાવડામાં તેમની પાસેથી આશીર્વાદ લેવા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તે સમયે જ મુનિએ સિંધિયાના સીએમ બનવાની વાત કરી હતી. જો કે, તે સમયે એમપીમાં ચૂંટણીની અફવા પણ શરૂ થઈ ન હતી. પરંતુ હવે જ્યારે નવા મુખ્ય પ્રધાનના નામની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે મુનિશ્રીના મુખમાંથી આવતા શબ્દો અને આગાહીઓ હંમેશા સાચી હોય છે. આ મમાલે હવે શું થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે.