"વ્યસન છોડો તો જ મળશે વીજળી" BJP ધારાસભ્યનો અનોખો ફતવો... મુંબઈ સમાચાર

“વ્યસન છોડો તો જ મળશે વીજળી” BJP ધારાસભ્યનો અનોખો ફતવો…

ભોપાલ: મધ્યપ્રદેશના મૌગંજના ભાજપના ધારાસભ્યે એવો આદેશ આપ્યો છે કે જેને લઈને હાલ તે ચર્ચામાં આવ્યા છે. . હકીકતે, તેણે ગુટખાનું વ્યસન કરનાર એક એક વ્યક્તિની ફરિયાદ સાંભળવાની ના પાડી દીધી હતી. એટલું જ નહિ પણ ધારાસભ્યએ તેને એક આદેશ પણ સાંભળવી બતાવ્યો.

આ પણ વાંચો : દુનિયાની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરી શકે નહીં: વડા પ્રધાન મોદી

પોતાના આગવા અંદાજને કારણે કાયમ ચર્ચામાં રહેનાર ભાજપના ધારાસભ્ય પ્રદીપ પટેલનો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોને કારણે તેઓ પુનઃ હેડલાઈન્સમાં છે. આ વીડિયોમાં પ્રદીપ પટેલ અનોખો આદેશ આપતા જોવા મળી રહ્યા છે કે ગુટખા છોડો તો જ ગામમાં વીજળી આવશે.

ગુટખા છોડશે તો જ ટ્રાન્સફોર્મર લગાવાશે:

હકીકતે વિજય નામનો યુવક પોતાના ગામમાં બળી ગયેલા ટ્રાન્સફોર્મરની ફરિયાદ લઈને ધારાસભ્ય પ્રદીપ પટેલ પાસે નિરાકરણ માટે ગયો હતો, પરંતુ ફરિયાદ સાંભળવાને બદલે ધારાસભ્યએ તેને સજા સંભળાવી દીધી. ધારાસભ્ય પ્રદીપ પટેલે ફરિયાદીની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તમારો પુત્ર ગુટખા અને તમાકુનું સેવન કરે છે. ગામમાં બળેલા ટ્રાન્સફોર્મર અંગે તેઓ અમારી પાસે ફરિયાદ કરવા આવ્યો છે, પરંતુ જ્યાં સુધી તે ગુટખા નહીં છોડે ત્યાં સુધી ગામમાં ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે નહીં.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાને BJP એ આપી મોટી ઑફર, કહ્યું- ‘50 કરોડ લો, મંત્રી બનાવીશું!

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે દારૂ કે ગાંજાનો નશો કરનાર કોઈપણ વ્યક્તિને સાંભળવામાં નહિ આવે. તેમણે આપેલો આ આદેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે તે પહેલી વાર હેડલાઈન્સમાં આવ્યા હોય તેવું નથી, તેઓ પોતાના આગવા અંદાજને કારણે સમાચારોમાં આવતા રહે છે. સરકારી ઓફિસોની બહાર ધરણાનો કિસ્સો હોય કે એડિશનલ એસપીની સામે દંડવત થવાનો કિસ્સો હોય.

સંબંધિત લેખો

Back to top button