
ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂટંણીના મતદાનમાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે હવે બધા જ પક્ષોએ ચૂંટણી પ્રતારમાં તેમની બધી જ તાકાત લગાવી દીધી છે. ભાજપ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની જવાબદારી સંભાળી છે. તેઓ છેલ્લાં ત્રણ દિવસથી અહી પ્રચાર સભાઓ કરી રહ્યાં છે. જે અંતર્ગત આજે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મધ્ય પ્રદેશમાં ત્રણ જનસભા છે.
જનસભા ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇંદોરમાં એક રોડ શો પણ કરશે. આ સાતએ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને અન્ય પક્ષોના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર અંતર્ગત મધ્ય પ્રદેશમાં જનસભામાં ઉપસ્થીત રહેશે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલ નાથની સાથે સાથે અન્ય મોટા રાષ્ટ્રીય નેતા પ્રચારની કમાન સંભાળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજની જનસભાઓની વાત કરીએ તો તેમની પહેલી જનસભા બેતૂલ જિલ્લામાં સવારે 11:30 વાગે શરુ થશે. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની બીજી જનસભા શાહપૂર જિલ્લામાં બપોરે 1: 45 મિનીટે થશે. વડા પ્રધાન મોદીની ત્રીજી જનસભા ઝાબુઆમાં બપોરે 3: 45 વાગ્યાથી શરુ થશે. આ ત્રણ જનસભાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇંદોરમાં રોડ શો પણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે મુખ્ય પ્રધાનના ચહેરાની જાહેરાત કરી નથી. પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. એટલે વડા પ્રધાન ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં ઘણી જસભાઓ કરી ચૂક્યા છે. પણ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેઓ છેલ્લાં ત્રણ દિવસથી સતત જનસભાઓ કરી રહ્યાં છે.
ત્યાં કોંગ્રેસ તરફથી છત્તસગડ અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીએ સંભાળી છે. રાહુલ ગાંધી પણ રોજની બે જનસભાઓ કરી રહ્યાં છે. ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વોટરોને રિઝવવા માટે રોડ શો અને જનસભા કરી રહ્યાં છે.