હૈદરાબાદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માધવી લતા વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ; મહિલાઓના ચહેરા પરથી બુરખો ઉઠાવવાનો આરોપ

હૈદરાબાદ : દેશમાં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે તેલંગણાની હૈદરાબાદ લોકસભા બેઠક પર પણ મતદાન ચાલી રહી છે. આ બેઠકના ભાજપના ઉમેદવાર માધવી લતાનો (madhavi latha)એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મતદાન કેંદ્રથી બહાર બેઠેલ મહિલાઓનું ચૂંટણી કાર્ડ ચેક કરતી દેખાય રહી છે. આ દરમિયાન તે મહિલાઓના બુરખા હટાવી રહી છે. વિડીયો હૈદરાબાદના કોઈ એક મતદાન કેન્દ્રનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
તેલંગણાની હૈદરાબાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર માધવી લતાની વિરુધ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માલકપેટ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 171c, 186, 505(1)(સી) અને લોકપ્રતિનિધિત્વ એકટની કલમ 132 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
વાસ્તવમાં માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મતદાન કરવા માટે મતદાન મથક પર બેઠેલી મહિલાઓના વોટર આઈડી ચેક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન માધવી લતા મહિલાઓને તેમના બુરખા ઉતારવા માટે પણ કહ્યું હતું. આ વીડિયો હૈદરાબાદના જૂના શહેરના એક મતદાન મથકનો હોવાનું કહેવાય છે. જોકે, ‘મુંબઈ સમાચાર’ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.