નેશનલ

પોલિટિક્સમાં પ્રવેશવાને લઈને Madhuri Dixitએ આપ્યો આવો જવાબ, BJPની ઓફર પર નરો વા કુંજરો વા

બોલીવૂડમાં પોતાની દિલકશ અદાઓ અને દમદામ એક્ટિંગથી લોકોના દિલની ધડકન વધારનારી ધકધક ગર્લ Madhuri Dixitના રાજકારણમાં પ્રવેશ અંગે ખૂબ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે પણ ખુદ એ આ વાતને લઈને ખુલાસો કર્યો છે.

છેલ્લાં કેટલાય દિવસોથી અભિનય બાદ Madhuri Dixit પોલિટિક્સ જોઈન કરશે, તે ભાજપ તરફથી ઈલેક્શન લડશે એવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બાબતે Madhuri Dixit કે ભાજપ બંનેમાંથી કોઈ તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. પરંતુ આખરે લાંબા સમય બાદ Madhuri Dixit આ મૌન તોડ્યું છે. આવો જોઈએ શું કહ્યું છે Madhuri Dixitએ…

મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલી Madhuri Dixitને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે એક્ટિંગ બાદ હવે પોલિટિક્સ જોઈન કરવા માંગે છે? આ સવાલના જવાબ આપતા માધુરીએ જણાવ્યું હતું કે હું એક કલાકાર છું અને મારી કળા સાથે ખૂબ જ ખુશ છું અને મને એમાં જ રસ છે. રાજકારણ મને બિલકુલ રસ નથી. રાજકારણ મને સમજાતું પણ નથી અને એ મારું ક્ષેત્ર પણ નથી.

દરમિયાન એક પત્રકારે Madhuri Dixitને પૂછ્યું હતું કે શું તેને ભાજપ તરફથી ઓફર છે કે જેના જવાબમાં હસતાં હસતાં કહ્યું હતું કે એ હું તમને કેમ જણાવું? ટૂંકમાં પત્રકારના ભાજપવાળા સવાલનો જવાબ આપવાનું ટાળીને Madhuri Dixitએ ફરી એક વખત લોકોને અવઢવમાં મૂકી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આખા દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ પણ આ ચૂંટણી માટે કમર કસી રહ્યું છે. ભાજપ એક્ટર, એક્ટ્રેસને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની તૈયારીઓમાં છે અને મુંબઈની જ એક સીટ પરથી Madhuri Dixitને ટિકિટ આપવાની ચર્ચા પણ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button