ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જયપુરથી ભારત યાત્રાના કરશે શ્રીગણશ! ત્રીજીવાર આવી રહ્યા છે ભારત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે પોતાની ત્રીજી ભારત યાત્રા પર આવી રહ્યા છે. મેક્રોન પોતાની યાત્રાની શરૂઆત રાજસ્થાનના પ્રખ્યાત પિન્ક સિટી જયપુરથી કરશે. (Emmanuel Macron India Visit). 25 જાન્યુયારીએ બપોરે લગભગ 2:30 વાગે તેનું ખાસ વિમાન જયપુર એરપોર્ટ પર ઉતરશે. અહીથી તે આમેરના કિલાની મુલાકાતે જશે.આ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન શિલ્પકારો, ઈન્ડો-ફ્રેન્ચ સાંસ્કૃતિક પ્રોજેક્ટના હિતધારકો તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર તેમનું સ્વાગત કરશે અને બંને નેતા જંતર મંતર સહિત પિન્ક સિટીના અમુક સ્થળોની મુલાકાત પણ કરશે. આ પછી, બંને નેતાઓ સઘન દ્વિપક્ષીય મંત્રણા કરશે, અને પછી પ્લેનમાં બેસીને દિલ્હી જવા રવાના થશે.
રાષ્ટ્રપતિ મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં હોમ રિસેપ્શન અને બાદમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર રાજ્ય ભોજન સમારંભમાં (at home reception rashtrapati bhavan) પણ હાજરી આપશે.
આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મેક્રોન અગાઉ માર્ચ 2018માં રાજકીય યાત્રા પર અને સપ્ટેમ્બર 2023માં દિલ્હી G20 સમિટ માટે સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા. તેઓ ચાર વખત ફ્રાન્સમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરી ચૂક્યા છે. જયપુરમાં આ હાઈપ્રોફાઈલ મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્વાગત માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જયપુર શહેરના અડધાથી વધુ મુખ્ય રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બુધવારે જયપુર પોલીસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે.
જયપુર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટ્રાફિક એડવાઇઝરી અનુસાર, આગ્રા રોડ તરફથી આવતા વાહનોને રોટરી સર્કલથી જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરવામાં આવશે અને જવાહર નગર બાયપાસ પર ચલાવવામાં આવશે.
જ્યારે JLN રૂટથી રામ નિવાસ બાગની અંદર આવતા વાહનોને આરોગ્ય પથથી ડાયવર્ટ કરવામાં આવશે. જો ટ્રાફિક વધશે તો ત્રિમૂર્તિ સર્કલથી ગોવિંદ માર્ગ, નારાયણ સિંહ તિરાહે તરફ વાહનો મોકલી શકાય છે. ગુરુવારે મ્યુઝિયમ રોડથી રામ નિવાસ બાગમાં પ્રવેશ બંધ રહેશે. જ્યારે આરોગ્ય પથ, એમડી રોડને જરૂરિયાત મુજબ વન-વે કરવામાં આવશે. અજમેરી ગેટની અંદરથી નેહરુ બજાર તરફ જતા ટ્રાફિકને અજમેરી ગેટની અંદરથી કિશાનપોળ બજાર તરફ વાળવામાં આવશે.