મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટ ત્રણ જાન્યુઆરીએ સુનાવણી કરશે….
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ત્રણ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. મહુઆએ તેની લોકસભાની સદસ્યતા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આજે સુનાવણી શરૂ થતાં જ બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તેમણે અરજી વાંચી નથી. તે વાંચ્યા પછી જ તે આગળની કાર્યવાહી શરૂ કરી શકશે.
નોંધનીય છે કે સંસદમાં કેશ ફોર ક્વેરીના આરોપમાં મહુઆની સદસ્યતા રદ કરવામાં આવી હતી. મહુઆએ અરજીમાં પોતાની વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો તેને ખોટો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહુઆ પાસે બે જ રસ્તા હતા કાં તો તે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે કે પછી તે ચૂંચણીઓ આવે ત્યાં સુધી રાહ જુએ. જો કે કેશ ફોર ક્વેરીના મામલામાં દર્શન હીરાનંદાનીએ તેની પાસે પાસવર્ડ અને લોગઇન આઇડી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે જે દિવસે મહુઆની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી ત્યારે દર્શન હીરાનંદાની હાજર રહ્યા નહોતા.
હવે જોવાનું એ છે કે કોર્ટ આવતી ત્રણ જાન્યુઆરીના રોજ શું આદેશ આપે છે.