ચંદ્રગ્રહણ લાવશે આ ચાર રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રોમાં ગ્રહોની હિલચાલની સાથે સાથે જ ગ્રહણનું પણ વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આખા વરસ દરમિયાન અલગ અલગ તિથિ પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતા જ હોય છે અને ગ્રહણ દરમિયાન જ શુભ-અશુભ વિશેષ યોગોનું નિર્માણ થાય છે. આ યોગની સારી નરસી અસર તમામ રાશિના જાતકો પર ઓછા-વધુ અંશે જોવા મળે છે પણ તેમ છતાં કેટલીક એવી રાશિઓ હોય છે કે જેના પર આ યોગની વિશેષ અસર જોવા મળે છે.
આવતીકાલે એટલે કે 28મી ઓક્ટોબરના રાતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાતે 11.32 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 29મી ઓક્ટોબરના વહેલી સવારે 3.36 મિનિટ પર પૂરું થશે.
જ્યોતિષશાસ્ત્રના જાણકારો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ચંદ્રગ્રહણ ચાર રાશિના જાતકોના જીવનમાં હાહાકાર મચાવશે અને તેમને અશુભ ફળ આપશે. એવું પણ કહેવામાં આવે છે કે આ રાશિઓને જો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચવું હોય તો વિશેષ ઉપાય કરી લેવા જોઈએ નહીં તો તેમને નુકસાન થઈ શકે છે.
મેષ રાશિના જાતકોના જીવનમાં ચંદ્રગ્રહણને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તેમના કાર્યોમાં અવરોધ ઊભા થઈ શકે છે અને આવકમાં પણ ખર્ચના કારણે ઘટાડો જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકોએ કોઈપણ ઝાડને જળ અર્પણ કરવું જોઈએ.
કર્ક રાશિના જાતકોના જીવનમાં ચંદ્રગ્રહણના કારણે નોકરી અને વેપારમાં સમસ્યાઓ સહન કરવી પડી શકે છે. કાર્ય સ્થળ પર સહકારીઓ સાથે વિવાદ થઈ શકે છે અને પગાર મામલે પણ મનમાં ચિંતા રહેશે આવી સ્થિતિમાં ધીરજથી કામ લેવું અને ક્રોધ કરવાથી બચવું.
ચંદ્રગ્રહણની નકારાત્મક અસર તુલા રાશિના લોકો પર પણ પડશે. આ સમય દરમિયાન જીવનસાથી સાથેના સંબંધોમાં સમસ્યા થઈ શકે છે બાળકોના અભ્યાસ પર પણ અસર પડશે આવી સ્થિતિમાં મનને શાંત રાખવું અને બધા સાથે સારો વ્યવહાર કરવો. ગ્રહણના અશુભ પ્રભાવને દૂર કરવા માટે દૂધનું દાન કરવું.
આ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણનો ખરાબ પ્રભાવ પડી શકે છે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન શત્રુ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે આર્થિક સ્થિતિ પણ કથડી શકે છે. ગ્રહણની ખરાબ અસરથી બચવું હોય તો પિતાની સેવા કરો અને રોજ તેમને દૂધ પીવડાવવો.