
લુધિયાણા: પંજાબનાં લુધિયાણામાં એક ફેક્ટરીની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટથી ઇમારતને નુકસાન પહોંચ્યું હતું અને ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાનાં અહેવાલો છે. આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભગવંત માને પણ ટ્વીટ કર્યું હતું અને રાહત બચાવ કામગિરીની માહિતી આપી હતી.
Also read : પશ્ચિમ બંગાળમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ; એક દિવસમાં બીજી ઘટના…
300થી વધુ લોકો કામ કરી રહ્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર લુધિયાણામાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી એક ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાનાં કારણે ઇમારતનાં કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાના અહેવાલો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ફેક્ટરીમાં 300 થી વધુ લોકો કામ કરી રહ્યા હતા, ફેક્ટરીનાં માલિક પણ કાટમાળ નીચે દટાયા હોવા હોવાની વિગતો છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિનાં અહેવાલો નથી.
રાહત બચાવ કામગીરી ચાલુ
હાલ ઘટના સ્થળે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. મળતી વિગતો અનુસાર, કાટમાળ નીચે 4-5 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે; તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
Also read : કપિલ મિશ્રાએ ‘પાકિસ્તાન’ શબ્દનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કર્યો; દિલ્હીની કોર્ટની ટકોર
મુખ્ય પ્રધાન ભગવંત માને કર્યું ટ્વીટ
પંજાબનાં મુખ્ય પ્રધાન ભગવંત માને પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, “લુધિયાણામાં એક ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. મેં વહીવટીતંત્રને તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સૂચનાઓ જારી કરી છે. બચાવ ટીમો પહોંચી ગઈ છે અને પોતાનું કામ શરૂ કરી દીધું છે. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકો ઝડપથી સુરક્ષિત બહાર આવે અને સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.