
લખનઉ : ઉત્તર પ્રદેશના પટનગર લખનઉમાં એક નિવૃત IAS અધિકારીના ઘરમાં લૂંટ કર્યા બાદ તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી (Lucknow Murder Case) હતી. આ કેસમાં પોલીસ અધિકારીના ઘરે ડ્રાઈવરનું કામ કરતા બે ભાઈઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં અધિકારીના ઘરેથી 1 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હતી. આખી ઘટનાને ડ્રાઈવર અખિલેશ અને તેના મિત્ર રંજીતે મળી અંજામ આપ્યો હતો. આ મર્ડર કેસમાં પોલીસે પણ આરોપી સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. મોહિની દુબેના હત્યારા સુધી પહોંચવા માટે પોલીસ શહેરની 1600 જેટલી બ્લૂ સ્કૂટીની તપાસ કરી હતી.
કેવી રીતે ઉકેલ્યો કેસ ?ડ્રાઈવર અખિલેશ અને તેનો મિત્ર રંજીત હત્યા અને લૂંટ કર્યા બાદ બ્લૂ રંગના સ્કૂટરમાં ભાગ્યા હતા, આ દ્રશ્ય CCTVમાં કેદ થઈ ગયું હતું અને આના જ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ બ્લૂ સ્કૂટર સુધી પહોંચવું પોલીસ માટે પણ અઘરું બની ગયું હતું.
આ માટે પોલીસ શહેરના 500 cctv ફૂટેજ તપાસ્યા બાદ શહેરમાં રહેલ તમામ બ્લૂ સ્કૂટીઓની વિગતો કાઢવામાં આવી હતી. તમામ બ્લૂ સ્કૂટીના માલિકોના નામ અને સરનામા મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને સફળતા મળી હતી. લખનૌના ઇન્દિરાનગરમાં રહેતા નિવૃત IASના દેવેન્દ્ર નાથની બીજી પત્ની મોહિની દુબેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. મોહિની દુબેની હત્યા કર્યા બાદ આરોપીઓએ તમામ પુરાવાઓને દૂર કર્યા હતા. ક્રાઇમ સિરિયલમાંથી શીખેલી રૂટો મુજબ આ કામ પાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘરેણાં અને પૈસાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.
Also Read –