નેશનલ

1લી જૂનથી તમારા ખિસ્સા થશે ખાલી! એલપીજી ગેસ, ક્રેડિટ કાર્ડ અને વ્યાજ દરોમાં થવાનો છે ફેરફાર

આ વખતે ક્રેડિટ કાર્ડ ચાર્જ, એટીએમ ઉપાડ ફી, એલપીજી ગેસના ભાવ, એફડી વ્યાજ દર અને ઇપીએફઓ સેવામાં ફેરફાર થશે. જો તમારી પાસે પણ PF ખાતું છે તો આ સમાચાર તમારા માટે છે. આ વખતે 1લી જૂનથી EPFO ​​3.0 ની શરૂઆત થશે. આની શરૂઆત થયા બાદ, PF ઉપાડ, KYC અપડેટ અને દાવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનશે. એટલું જ નહીં પરંતુ ATM કાર્ડ દ્વારા PF ઉપાડની સુવિધા પણ મળવાની છે.

ઇંધણ અને બિલ ચુકવણી પર વધારાના ચાર્જનો નિયમ પણ બદલાશે

1લી જૂનથી ક્રેડિટ કાર્ડની નિયમોમાં ફેરફાર થવાનો છે. આ નિયમોમાં ઓટો-ડેબિટ નિષ્ફળતા પર લાદવામાં આવતો 2% દંડ ઘટી શકે છે. હાલમાં, બેંકો દ્વારા ઓટો-ડેબિટ નિષ્ફળતા પર 2% દંડ લાદવાનો નિયમ છે. આ ઉપરાંત, ઇંધણ અને ઉપયોગિતા બિલ ચુકવણી પર વધારાના ચાર્જનો નિયમ પણ બદલાઈ શકે છે. રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં પણ અપડેટ થવાની શક્યતા છે. એટલું જ નહીં પરંતુ એટીએમના ચાર્જમાં પણ ફેરફાર થઈ શકે છે. મર્યાદા કરતા વધારે રૂપિયાના ઉપાડ પર તમારે વધારે ચાર્જ આપવો પડી શકે છે.

1લી જૂનથી ઘરેલુ ગેસના બાટલાના ભાવમાં વધારો થશે

દર વર્ષે એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો-ઘટાડો થતો હોય છે. જેથી આ વર્ષે પણ ભાવમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. 1લી જૂનથી ઘરેલુ ગેસના બાટલાના ભાવમાં વધારો થઈ શકે છે. આ સાથે સાથે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ અપડેટ થવાની અપેક્ષા છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, બેંકો એફડીના વ્યાજદરમાં બદલાવ કરી શકે છે. અત્યારે એફડી પર 6.5% થી 7.5% જેટલું વ્યાજ મળે છે. જો કે, આ વ્યાજ દરમાં RBI નીતિ અને બજારના વલણોના આધારે અપડેટ થઈ શકે છે.

ચુકવણી ફી અને કેશબેક સંબંધિત નિયમોમાં ફેરફાર થશે

ક્રેડિટ કાર્ડને લઈને પણ એક અપડેટ આવી શકે છે, 1લી જૂનથી ક્રેડિટ કાર્ડ દ્વારા યૂટિલિટિ બિલના પેમેન્ટ માટે ચૂકવવામા આવતા ચાર્જમાં વધારે થઈ શકે છે. ચુકવણી ફી અને કેશબેક સંબંધિત નિયમોમાં ફેરફાર થવાથી તમારા ખર્ચા પણ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બેંકો જૂનથી રિવોર્ડ પોઈન્ટ્સની ગણતરી અથવા રિડેમ્પશન નિયમોમાં ફેરફાર કરી શકે છે. કેટલીક શ્રેણીઓમાં કમાણી પોઈન્ટ મર્યાદા અથવા રિડેમ્પશન કિંમતમાં ફેરફાર થવાની શક્યતા છે. મૂળ વાત એ છે કે, ક્રેડિટ કાર્ડના કારણે જે ફાયદાઓ થતા હતા તે ઓછા થઈ શકે છે.

આ પણ વાંચો….પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધાર્યા પછી સરકારે એલપીજી સિલિન્ડરમાં કર્યો વધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button