નેશનલ

શું તમે જાણો છો પ્રભુ રામની કંઈ મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજશે…

અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારે સહુને એ જાણવાની તાલાવેલી છે કે મંદિરના ગર્ભગૃહમાં કંઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે ચાલો આજે તમને હું જણાવું કે પ્રભુ રામની કંઈ મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અને તે કોણ નક્કી કરશે અને કેવી રીતે નક્કી કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની બેઠકમાં આજે ભગવાન રામ લાલાની મૂર્તિ અંગે નિર્ણય લેવા માટે મતદાન કરવામાં આવશે. આ સમય દરમિયાન વિવિધ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી ત્રણેય ડિઝાઇન ટેબલ પર રાખવામાં આવશે. જે મૂર્તિને સૌથી વધુ વોટ મળશે તેની સ્થાપના 22 જાન્યુઆરીએ મંદિરના અભિષેક વખતે કરવામાં આવશે.


ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે સૌ પ્રથમ રામ લલ્લાની 51 ઇંચ ઊંચી પ્રતિમાઓની ત્રણ ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રતિમાઓને સારી રીતે ઘડવા માટે અલગ અલગ શિલ્પકારોને આપવામાં આવી હતી. ત્યારે આ ત્રણેયમાંથી જે પણ મૂર્તિને વધારે મત મળશે તેને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.


દરમિયાન શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગુરુવારે ટોચના જિલ્લા અધિકારીઓ સાથે રામ જન્મભૂમિ પથ અને સંકુલ પર ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કામમાં ઉતાવળમાં નથી થઈ રહી પરંતુ પૂરતો સમય લઈને ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. અત્યારે બાંધકામ કાર્યને ત્રણ તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો જ્યારે મંદિરનું નિર્માણ પૂર્ણ થશે તે સમયે જાન્યુઆરીમાં કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં મંદિરને ઓપ આપવાનું કામ કરવામાં આવશે.


ત્યારે એક અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં 16 જાન્યુઆરીથી બધા કાર્યક્રમોની શરૂઆત થઇ જશે જેમાં સૌ પ્રથમ સરયુ નદીના કિનારે દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજા અને ગાયોને પ્રસાદ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ 17 જાન્યુઆરીએ ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિને લઈને એક શોભાયાત્રા અયોધ્યા પહોંચશે જેમનું સાવાગત કરવા માટે મંગલ કલશમાં સરયુ જળ લઈને ભક્તો રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. તેમજ 18 જાન્યુઆરીએ ગણેશ અંબિકા પૂજા, વરુણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજા સાથે અનેક વિધિઓ શરૂ થશે. 19 જાન્યુઆરીએ યજ્ઞનો આરંભ કરવામાં આવશે. ત્યારબાદ ‘નવગ્રહ’ સ્થાપિત કરવામાં આવશે અને ‘યજ્ઞ’ની વિધિઓ શરૂ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button