નેશનલ

અયોધ્યામાં હિમવર્ષા… AIની કમાલ

અયોધ્યામાં ભગવાન રામના આગમનની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અયોધ્યા નગરી આમ પણ સુંદર જ છે. સર્યુ નદીને કિનારે આવેલી નાની નાની શેરીઓ ધરાવતી અયોધ્યા નગરીનું સૌંદર્ય તમને પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવી દે એવું છે, પણ તમે ક્યારેય એવું વિચાર્યું છએ કે ભગવાન રામની નગરીમાં બરફ વર્ષા થાય તો શું થાય? તમે કદાચ નહીં વિચાર્યું હોય, કારણ કે આમ પણ અયોધ્યામાં હિમ વર્ષા થવી શક્ય જ નથી, પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI)ની મદદથી આવી તસવીરો બનાવી છે. સરયુ નદીને કિનારે આવેલું રામ મંદિર હિમ વર્ષાથી ઢંકાઇ ગયું છે. આ નજારો એકદમ સુંદર દેખાઇ રહ્યો છે. આવો આપણે આવી તસવીરો પર એક નજર કરીએ.

તમે જ વિચારો કે જો અયોધ્યામાં પણ બદ્રીધામ અને કેદારનાથ ધામની જેમ હિમ વર્ષા થઇ હોય તો નઝારો કેવો સુંદર લાગે! એઆઇ હવે તમને હિમ વર્ષામાં ઢંકાયેલા અયોધ્યા મંદિરની ઝાંકી કરાવે છે. બરફથી આચ્છાદિત ઘાટ, બરફથી ઢંકાઇને ખળખળ વહેતી સરયુ નદી કેટલી સુંદર લાગે છે.

જો અયોધ્યામાં હિમ વર્ષા થાય તો ત્યાંની ગલીઓ, શેરીઓ કેવા સુંદર દેખાય. અયોધ્યાનું રેલ્વે સ્ટેશન પણ બરફની ચાદર ઓઢેલું દેખાશે. રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને પણ ભવ્ય બનાવવામાં આવી રહ્યું છે. હવે આ ભવ્ય રેલવે સ્ટેશન પર હિમ વર્ષા થાય તો નઝારો કેવો દેખાય એ પણ તમે એઆઇની કમાલથી જોઇ લો.

AIએ પોતાની ટેક્નોલોજીથી દર્શાવ્યું છે કે જો અયોધ્યામાં હિમવર્ષા થશે તો રામ મંદિરનો નજારો કંઇક આવો હશે. હાલમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 22 જાન્યુઆરીએ મંદિરમાં અભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય અને મોહન ભાગવત હાજર રહેશે.

હાલમાં તો બધા અયોધ્યા રામ મંદિરની ચર્ચા જ કરી રહ્યા છે. બધા દેશવાસીઓ અયોધ્યાનો ઉત્સવ માણવા ઉત્સુક છે. અયોધ્યાની ગલીઓમાં હિમ વર્ષા થાય તો નઝારો કેવો હોય એ પણ જોઇ લો.

અયોધ્યાના જૂના મંદિરની તસવીર પણ જોઇ લો જે બરફ વર્ષાને કારણે કંઇક આવી સુંદર દેખાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button