નેશનલ

Loksabha માં એ. રાજાની ટિપ્પણીથી હંગામો, એનડીએ સાંસદોએ કરી માફીની માંગ

નવી દિલ્હી : લોકસભામાં(Loksabha)શનિવારે બંધારણ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જેમાં ડીએમકે સાંસદ એ. રાજાએ તેમના ભાષણમાં કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં હોબાળો થયો હતો. આ પહેલા ભાજપ પર આરોપ લગાવતા રાજાએ કહ્યું કે ભાજપ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે.

એ. રાજાને પોતાનો દાવો સાબિત કરવા પડકાર

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને એ. રાજાને પોતાનો દાવો સાબિત કરવા કહ્યું. જોશીએ કહ્યું, તમારી પાર્ટીના ઉપાધ્યક્ષે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો ભાજપને 400 બેઠકો મળશે તો તેઓ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે.


Also read:લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH


એ. રાજાના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવશે

આ સિવાય એ. રાજાએ NDA સાંસદોને ખરાબ તત્વો ગણાવ્યા. જેના કારણે ગૃહમાં વધુ હોબાળો થયો. ભાજપે આના પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવા નિવેદનો ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને પુરાવા વિના આક્ષેપો કરવાની નિંદા કરે છે. એ. રાજાએ ‘ખરાબ તત્વ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના પર શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. નિશિકાંત દુબેએ કહ્યું કે એ રાજાએ આ અંગે માફી માંગવી જોઈએ. જગદંબિકા પાલે કહ્યું કે રાજાના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે.


Also read:નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ, મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસનો વિજય


કોંગ્રેસ પર સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અવગણનાનો આરોપ

અગાઉ લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના કરવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા હતા. રિજિજુએ કહ્યું, કોંગ્રેસની નીતિ સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાની ન હતી.તેમની વિચારસરણી એવી હતી કે જો રસ્તાઓ બનાવવામાં આવશે તો ચીનની સેના તે રસ્તાઓ પરથી આવશે અને અમારી જમીન પર કબજો કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button