રાજસ્થાનમાં વિશાળ જનમેદની સંબોધતા PM મોદીએ કહ્યું, ‘આ વખતે 4 જૂન 400 પાર…’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજસ્થાનના ચરુમાં એક જનસભાને સંબોધિ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાજસ્થાન સહિત સમગ્ર દેશે ત્રીજી વાર પણ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવાનો સંકલ્પ લઈ લીધો છે. સાથે સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને તેને અભિનંદન પણ કર્યા હતા, આ વેળાએ તેમણે કહ્યું કે, ‘ચરુએ બતાવી દીધું કે આ વખતે 4 જૂન 400 પાર… થવા જઈ રહ્યું છે
ચુરુની જનતા વચ્ચે પહોંચેલા PM મોદીએ કહ્યું કે અમારું સામાજિક માળખું એવું છે કે ઘર, ગાડી, ખેતર સહિત બધું જ માણસના નામે છે. પરંતુ મોદીએ નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ ઘર મહિલાઓના નામે રહેશે. તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે ભારતનો પણ વિકાસ થશે. PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશ માટે કરેલા કાર્યોથી વિકસિત ભારતનો પાયો તૈયાર થયો છે.
અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા દેશની હાલત ખરાબ હતી. કોંગ્રેસના મોટા કૌભાંડો અને લૂંટને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી અને કરોડો ગરીબોને માથે છત પણ ન હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે દરેક મુસ્લિમ પરિવારની સુરક્ષા કરી છે. પહેલા મુસ્લિમ પરિવારના દરેક પિતા એવું વિચારતા હતા કે તેમણે તેમની દીકરીના લગ્ન કરાવી દીધા છે પરંતુ જો 2-3 બાળકો થયા પછી તેને ટ્રિપલ તલાક આપીને મોકલી દેવામાં આવે તો તે દીકરીને કેવી રીતે સંભાળશે. પરંતુ આ સરકારે ટ્રિપલ તલાક પર કાયદો લાવી આ દુષ્ટ પ્રથાનો અંત લાવ્યો.
ભારતીય જનતા પાર્ટીના કામનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અત્યાર સુધી જે કામ થયું છે તે માત્ર ટ્રેલર છે. મોદીએ જે કર્યું તે માત્ર ભૂખ લગાડવા જેવું છે, ભોજનની આખી થાળી આવવાની બાકી છે. હજુ ઘણું કરવાનું બાકી છે, ઘણા સપના છે અને દેશને આગળ લઈ જવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.