નેશનલ

Loksabha Election Result: UPમાં ભાજપનો ગઢ તુટ્યો, કોંગ્રેસ અને સપાએ બાજી પલટી, ભાજપના દિગ્ગજો હાર તરફ…

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો માટે મતગણતરી થઇ રહી છે, ભાજપ રાજ્યની 80માંથી 75 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એવામાં ભાજપનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન ગાબડું પાડવામાં સફળ થતી જણાઈ રહી છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટી 34 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારે સમાજવાદી પાર્ટી 36, કોંગ્રેસ 7, રાષ્ટ્રીય લોકદળ – 2 આઝાદ સમાજ પાર્ટી 1 બેઠક પર આગળ ચાલી રહી છે.

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે 1 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર કોંગ્રેસના અજય રાયથી 1 લાખ કરતા વધુ મતોથી આગળ છે. જ્યારે અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્મા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સામે 70,000થી વધુ મતોથી આગળ છે.

રાયબરેલી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધી 263677 વોટથી આગળ છે. બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ 118423 વોટ સાથે બીજા નંબર પર છે.

સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ પર ઉત્તર પ્રદેશમાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા યાદવ પરિવારના પાંચ સભ્યોમાંથી, અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ સહિત ચાર ઉમેદવારો અત્યાર સુધીના વલણોમાં મોટા માર્જિનથી આગળ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કન્નૌજમાં અખિલેશ યાદવ ભાજપના સુબ્રત પાઠકથી 80,000 મતોથી આગળ છે, જ્યારે મૈનપુરીમાં ડિમ્પલ યાદવ ભાજપના જયવીર સિંહ કરતાં 1,30,000 થી વધુ મતોથી આગળ છે.

આઝમગઢથી સપાના ધર્મેન્દ્ર યાદવ ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆથી 45,069 મતોથી આગળ છે અને ફિરોઝાબાદમાં, પક્ષના નેતા રામ ગોપાલ યાદવના દીકરા અક્ષય યાદવ ભાજપના વિશ્વદીપ સિંહથી 56,986 મતોથી આગળ છે. જો કે, બદાયું બેઠક પર આદિત્ય યાદવ ભાજપના દુર્વિજય સિંહ શાક્યથી 16,751 મતોથી પાછળ છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો