નેશનલ

Loksabha Election નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી સહિતની 4 બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારની કરી જાહેરાત

નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીની ચાર લોકસભા (Loksabha Election 2024)ની બેઠક પર આમ આદમી પાર્ટી (આપ)એ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ જાહેરાત અન્વયે ‘આપ’એ નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને તક આપી છે.

આમ આદમી પાર્ટી આ વખતે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છે, જ્યારે રાષ્ટ્રીય પાટનગરમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટમી લડશે. એને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ સીટ શેરિંગ કરી છે, જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. એના સંબંધમાં આમ આદમી પાર્ટીએ પોતાના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
આપના નેતાએ કહ્યું હતું કે આપ વિપક્ષી ગઠબંધનનો એક ભાગ છે, જેમાં અમે પાંચ ઉમેદવારના નામની જાહેરાત આજે કરીએ છીએ, જેમાં દિલ્હીના ચાર ઉમેદવાર છે. આપના નેતાના જણાવ્યાનુસાર દિલ્હી નજીક હરિયાણાના કુરુક્ષેત્રથી આપના પૂર્વ રાજ્યસભાના સાંસદ અને હરિયાણાના પૂર્વ પ્રમુખ સુશીલ ગુપ્તા ચૂંટણી લડશે.

દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલ્હી, હરિયાણા, ગુજરાત, પંજાબ અને આસમમાં વિપક્ષી ગઠબંધનની I.N.D.I.A. પાર્ટીના ભાગરુપે લડશે. અમે જેમ કે ગુજરાતમાં ભરુચ અને ભાવનગરથી ઉમેદવાર ઉતાર્યા હતા એ જ રીતે દિલ્હીમાંથી ઉમેદવાર ઊભા રાખ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker