નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બિહારમાં ઉથલપાથલનો દૌર યથાવતઃ કોંગ્રેસ સાથે વધુ એક પાર્ટીનું જોડાણ થતા પાર્ટીમાં નારાજગી

પટણાઃ લોકસભાની ચૂંટણી પહેલા જ બિહારના રાજકારણમાં જોરદાર ફેરફારો જોવા મળી રહ્યા છે. બિહારમાં પૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજીનામું આપ્યા પછી ફરી એક વખત એનડીએમાં જોડાયા પછી ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા, તેને કારણે રાજકારણ ગરમાયું હતું, પણ હજુ રાજ્યમાં નવાજૂની થવાના દોરનો અંત આવ્યો નથી. તાજેતરમાં પપ્પુ યાદવ (રાજેશ રંજન)ની જન અધિકાર પાર્ટીનો કોંગ્રેસમાં વિલીન કરવામાં આવ્યું છે.

આ રાજનીતિક ઘટનાક્રમના પગલે બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહ નારાજ થવાના સમાચાર મળી રહ્યા છે. બિહાર ઈન્ચાર્જ મોહન પ્રકાશે તેમની નારાજગી દૂર કરવા માટે તેમને મુલાકાતે બોલાવ્યા છે.
પપ્પુ યાદવ કોંગ્રેસમાં જોડાય રહ્યા છે, આ વાતની જાણ અખિલેશ પ્રસાદ સિંહને નહોતી. તેઓ પહેલા પણ આ વાતનો વિરોધ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી 2024: બિહારમાં બેઠકોની વહેંચણી: ભાજપ મોટો ભાઈ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે જન અધિકાર પાર્ટી અને પપ્પુ યાદવ કોઈ પરિચયના મોહતાજ નથી. પપ્પુ યાદવ એક કદ્દાવર નેતા છે. તેઓ આજે કોંગ્રેસના નેતૃત્વ, નીતિઓ અને દિશાથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. તેઓ જન અધિકાર પાર્ટીનો પણ કોંગ્રેસમાં વિલય કરવાની બાબત સાધારણ નથી, પરંતુ ઐતિહાસિક છે.

કોંગ્રેસમાં વિલય પછી પપ્પુ યાદવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજથી અમે કોંગ્રેસની સાથે આજીવન રહીશું. રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવવાનું લક્ષ્યાંક છે. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વંચિત સમાજને ન્યાય અપાવવાનો અમારો ઉદ્દેશ છે.

આ પણ વાંચો: ચાણક્ય બન્યા અમિત શાહ, બિહારમાં આપી એવી ફોર્મ્યુલા કે નીતીશ, ચિરાગ, પારસ પણ ખુશ

પપ્પુ યાદવ પુર્ણિયાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં ધારણાઓ થઈ રહી છે કે પપ્પુ યાદવ ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર હોય શકે છે. તેઓ સતત લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લાલુ યાદવ સાથે મીટિંગ કર્યા બાદ પપ્પુ યાદવ બુધવારની સવારે દિલ્હી ગયા હતા. તેઓ દિલ્હી આવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન સાથે મુલાકાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button