Loksabha Election Result 2024 પૂર્વે પીએમ મોદીએ યોજી બેઠક, વિપક્ષે કર્યા પ્રહાર

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024 સમાપ્ત થઈ ગઈ છે. 4 મેના રોજ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે. (Loksabha Election Result 2024) દોઢ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી ચૂંટણીના સાત તબક્કામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 543 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
100 દિવસના એજન્ડા પર ચર્ચા શરૂ
ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએએ જંગી જીતનો દાવો કર્યો છે અને તમામ એક્ઝિટ પોલના(Exit Poll) તારણો પણ આ સંકેત આપી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓનું ઇન્ડી ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે. જો કે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) આગામી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા પર ચર્ચા શરૂ કરી દીધી છે.
કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ ?
લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે વડાપ્રધાને અનેક બેઠકોની અધ્યક્ષતા કરી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કરવા માટે વિવિધ સરકારી મંત્રાલયોને કાર્ય સોંપ્યું હતું. તેમણે તેમના મંત્રી પરિષદને પ્રથમ 100 દિવસના કાર્યક્રમોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.
આ મુદ્દાઓ પ્રાથમિકતા પર છે
બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓ પાસેથી આગની ઘટનાઓ, વિવિધ રાજ્યોમાં ગરમીનું સ્થિતિ, ચોમાસા અને પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનથી બચવા વિશે માહિતી લીધી. પીએમ મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ચક્રવાતથી પ્રભાવિત રાજ્યોને સંપૂર્ણ મદદ કરવાનું ચાલુ રાખશે. પીએમ મોદીની આ બેઠકમાં દેશના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો.
વિપક્ષે શું કહ્યું ?
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠક સહિત અનેક બેઠકો યોજવા બદલ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે કહ્યું હતું કે, તે સત્તામાં પરત ફરે છે તેવો સંકેત આપવા માટે નોકરશાહી અને વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો આ એક માર્ગ છે.
Also Read –