ભરી સભામાં જીભ લપસી જતાં નિતિશ કુમારે PM મોદીના પગ પકડી લીધા? જાણો RJD નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?
પટનાઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) 2024ના પ્રથમ તબક્કાના મતદાન માટે તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. વડાપ્રધાનની બેઠકમાં બિહારના CM નીતિશ કુમાર પણ હાજર હતા. PMના ભાષણ પહેલા સભાને સંબોધતા નીતિશ કુમારે એનડીએના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી. જોકે, ભાષણ દરમિયાન નીતિશ કુમારની જીભ લપસી ગઈ હતી. તેમણે કહ્યું કે ‘વડાપ્રધાનનું દસમું વર્ષ ચાલી રહ્યું છે, તેમની સરકાર ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અમને પૂરી આશા છે કે ચાર હજારથી વધુ સાંસદો તેમના પક્ષમાં રહેશે. અમે આ જ અનુરોધ કરવા આવ્યા છીએ.’
નવાદાની રેલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે નીતિશ કુમારે સંબોધન બાદ PM મોદીના પગને સ્પર્શ કર્યો હતો. આ વીડિયોને લઈને RJD નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આજે મેં નીતિશ કુમારની એક તસવીર જોઈ જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા… અમને ખૂબ ખરાબ લાગ્યું. શું થયું છે? નીતીશ કુમાર અમારા સંરક્ષક છે… નીતિશ કુમાર જેટલો અનુભવી બીજો કોઈ મુખ્યપ્રધાન નથી અને તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે…”
ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ નાની જગ્યા નથી. તેમનું કહેવું છે કે અનુચ્છેદ 370નો રાજસ્થાન સાથે શું સંબંધ છે. ટુકડે ટુકડે ગેંગની આ માનસિકતા છે. તેમના મંતવ્યો રાજસ્થાન અને બિહારના સુરક્ષા કર્મચારીઓનું અપમાન છે, જેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા જીવ ગુમાવ્યા અને તેમના મૃતદેહ તિરંગામાં લપેટાઈને પાછા આવ્યા.