Loksabha Election 2024 : બિહારમાં તેજસ્વી યાદવ પર જેપી નડ્ડાનો મોટો પ્રહાર, કહ્યું પિતાના કારનામા બેટા શું જાણે ?
પટના : લોકસભા ચૂંટણીના(Loksabha Election 2024 ) છેલ્લા તબક્કાના પ્રચારમાં ભાજપ(BJP) કોઈ કસર છોડી રહી નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) આજે જહાનાબાદમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન તેમણે આરજેડી(RJD)પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ફરી એકવાર બિહારના લોકોને જંગલ રાજની યાદ અપાવી હતી.
તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જંગલ રાજના મુદ્દે તેજસ્વી યાદવ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું, ‘વર્ષ 2005 પૂર્વે કોઈ પણ વ્યક્તિ 3 વાગ્યા પછી જહાનાબાદમાં આવતું કે જતું ન હતું. ખેડૂતો હિજરત કરી રહ્યા હતા, હત્યાઓ અને અપહરણ થઈ રહ્યા હતા. આ તેજસ્વી યાદવ તેમના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર હોય ? બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? હું હજી ભૂલ્યો નથી.”
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આવકનો સ્ત્રોત
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગે તેમણે કહ્યું કે, ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ સરકારી ખર્ચે દરેક ઘરની છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે તમને મફત વીજળી મળશે અને બાકીની વીજળી સરકાર ખરીદશે. તે તમારી આવકનો સ્ત્રોત બની જશે.
આરજેડી આપણને ફાનસ યુગમાં લઈ જવા માંગે છે
આરજેડી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘મોદીજીના નેતૃત્વમાં દેશ અને બિહાર વિકાસની નવી ગાથા લખી રહ્યા છે અને જહાનાબાદ પોતાને આ વિકાસ સાથે જોડી રહ્યું છે. અહીં 15 વર્ષ સુધી શાસન કરનાર આરજેડી બિહારને ફાનસ યુગમાં પાછા લઈ જવા માંગે છે.ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘લાલુ યાદવે નોકરીના બદલામાં જમીનનું કૌભાંડ કર્યું. મમતાએ શિક્ષક ભરતી કૌભાંડ કર્યું હતું. કોંગ્રેસના એક નેતાને નોટો ગણતા ત્રણ દિવસ લાગ્યા હતા. આ લોકો ભ્રષ્ટ છે.