નવી દિલ્હી: Loksabha Election 2024 આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે ગુરુવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આજે પાર્ટી પ્રથમ યાદી જાહેર કરશે. (Congress Candidate First List) રાહુલ ગાંધી (Rahul Gandhi loksabha seat) વાયનાડથી ફરીથી ચૂંટણી લડશે તે અંગે સહમતિ બની છે. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી (Priyanka Gandhi Loksabha Seat) ચૂંટણી લડવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. ત્યારે, દિલ્હીમાં ત્રણ બેઠકો માટે પુષ્કળ દાવેદારો છે. CECની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસમાં પણ આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન તેજ થયું છે. ગુરુવારે, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ 40 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા. આ યાદીમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડશે. તેમની ટિકિટ પર સમજૂતી થઈ ગઈ છે.
જો કે રાહુલ આ વખતે તેમની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઈનું નામ પણ ચૂંટણી ઉમેદવારોની રેસમાં છે. પાર્ટી રાયબરેલી પર પણ નજર રાખી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 60 લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ પણ ઉમેદવારોની યાદીમાં સામેલ છે.
કેરળમાં પાર્ટીની સ્ક્રીનિંગ કમિટીએ વાયનાડ સીટ માટે રાહુલ ગાંધીનું નામ સૂચવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી ફરીથી વાયનાડથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે રાહુલ ગાંધી વાયનાડ સિવાય તેમની જૂની સીટ અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં.
કોંગ્રેસ વિધાયક દળના નેતા વીડી સતીસને કહ્યું કે પાર્ટી કેરળમાં 16 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે સાથી પક્ષો ચાર બેઠકો પર ચૂંટણી લડશે. સતીસને જણાવ્યું કે સીઈસીએ નક્કી કર્યું છે કે 16 સીટો માટે કોણ ઉમેદવાર હશે. AICC આજે ઉમેદવારોના નામની જાહેરાત કરશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ચૂંટણીની રાજનીતિ પર સસ્પેન્સ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક અગાઉ સોનિયા ગાંધી પાસે હતી. પરંતુ સોનિયાના રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા બાદ પાર્ટીએ આ સીટ પર નવો ઉમેદવાર ઉતારવો પડશે.
તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. છત્તીસગઢથી પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને રાજનાંદગાંવથી, તામ્રધ્વજ સાહુને દુર્ગ મહાસમુંદથી, જ્યોત્સના મહંતને કોરબાથી અને શિવ દેહરિયાને જાંજગીર-ચંપા સીટથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ટીએસ સિંહદેવ ચૂંટણી નહીં લડે.
સૂત્રો જણાવે છે કે મલ્લિકાર્જુન ખડગે ના જમાઈ રાધાકૃષ્ણ ડોડમણી ટિકિટની રેસમાં સૌથી આગળ છે. ખડગે પોતે આ બેઠક પરથી બે વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. જોકે, 2019માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ખડગે રાજ્યસભાના સભ્ય છે અને તેમનો 4 વર્ષનો કાર્યકાળ બાકી છે. અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડે લેવાનો છે. ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ કાલબુર્ગી જિલ્લાની ચિતાપુર વિધાનસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીતી છે. પ્રિયંક કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી છે. જો ખડગેના જમાઈ દોદ્દામણીને ટિકિટ મળશે તો તેઓ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરશે.
દરમિયાન, કોંગ્રેસના ઘણા સ્ટેટ યુનિટે તેમની સંબંધિત સ્ક્રીનિંગ સમિતિઓની બેઠકો પહેલેથી જ યોજી છે અને સંભવિત ઉમેદવારોની સૂચિ તેમના રાજ્યોને મોકલી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. ગયા અઠવાડિયે ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.