નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024: 121 ઉમેદવારો અશિક્ષિત, માત્ર આટલા ટકા ઉમેદવારો જ ધોરણ 12 પાસ, ADRનો દાવો

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024નું (Loksabha Election 2024) પાંચ તબક્કાનું મતદાન (Voting) પૂર્ણ થયું છે. જ્યારે 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન યોજવવાનું છે. તેવા સમયે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા રસપ્રદ માહિતી શેર કરવામાં આવી છે. જેમાં લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને(Education) લઇને માહિતી સામે આવી છે. લોકસભા ચૂંટણી લડી રહેલા 647 ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ ધોરણ 8 પાસ થયા છે. જ્યારે 1,303 ઉમેદવારો છે જેઓ ધોરણ 12 પાસ છે. તેમજ 1502 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે 198 ઉમેદવારો છે જેમણે ડોકરેટ સુધીનો અભ્યાસ કર્યો છે. ADRએ લોકસભા ચૂંટણી લડી રહેલા 8,360 ઉમેદવારોમાંથી 8,337ની શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કર્યું છે.

કેટલા ઉમેદવારો શિક્ષિત છે, કેટલા અશિક્ષિત છે?

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં, 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 થી 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે. જ્યારે 836 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન સ્તર અથવા તેનાથી ઉપરનો અભ્યાસ કર્યો છે. 36 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર, 26 અશિક્ષિત અને ચારે તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી. બીજા તબક્કા દરમિયાન 533 ઉમેદવારોએ તેમનું શિક્ષણ સ્તર ધોરણ 5 થી 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું. જ્યારે 574 ઉમેદવારોએ સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા હોવાનો અહેવાલ આપ્યો. જ્યારે 37 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા. આઠ ઉમેદવારોએ પોતાને અશિક્ષિત જાહેર કર્યા અને ત્રણે તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી.

કયા તબક્કામાં કેટલા ઉમેદવારો અશિક્ષિત છે ?

જણાવી દઈએ કે ત્રીજા તબક્કામાં 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 થી 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું. જ્યારે 591 ઉમેદવારોએ પોતાને ગ્રેજ્યુએટ અથવા ઉચ્ચ શિક્ષિત જાહેર કર્યા હતા. વધુમાં, માત્ર 56 સાક્ષર છે અને 19 નિરક્ષર છે. ત્રણ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી. ચોથા તબક્કા માટે, 644 ઉમેદવારોએ 5મા અને 12મા ધોરણ વચ્ચેનું તેમનું શિક્ષણ સ્તર જાહેર કર્યું હતું.

જ્યારે 944એ સ્નાતક અથવા ઉચ્ચ સ્તરની જાહેરાત કરી હતી. ત્રીસ ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા અને 26 ઉમેદવારોએ પોતાને અશિક્ષિત જાહેર કર્યા. પાંચમા તબક્કામાં, 293 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મા અને 12મા ધોરણની વચ્ચે હોવાનો અહેવાલ આપ્યો હતો. જ્યારે 349 ઉમેદવારોએ સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવતા હોવાનો અહેવાલ આપ્યો હતો. લગભગ 20 ઉમેદવારો માત્ર સાક્ષર છે અને પાંચ અશિક્ષિત છે.

ઘણા ઉમેદવારોએ માહિતી આપી ન હતી

બે ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી. છઠ્ઠા તબક્કામાં, 332 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મા અને 12મા ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું, જ્યારે 487 ઉમેદવારોએ સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણ જાહેર કર્યું. 22 ડિપ્લોમા ધારકો છે, 12 ઉમેદવારો માત્ર સાક્ષર છે અને 13 અશિક્ષિત છે. સાતમા તબક્કામાં, 402 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5મા અને 12મા ધોરણની વચ્ચે હોવાનું જણાવ્યું હતું.

જ્યારે 430 ઉમેદવારોએ પોતાને સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષિત તરીકે વર્ણવ્યા હતા. 20 ડિપ્લોમા ધારક છે, 26 ઉમેદવારો સાક્ષર છે અને 24 અશિક્ષિત છે. બે ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 4 જૂને મતગણતરી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button