Election Results: મતગણતરી શરુ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાછળ, MPમાં હરીફાઈ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરુ થઈ ગઈ છે. રાજસ્થાનમાં 109 સીટો પર ટ્રેન્ડ આવી ગયા છે. અહીં ભાજપ 57 અને કોંગ્રેસ 46 બેઠકો પર આગળ છે. જ્યારે અન્યોએ 6 બેઠકો પર લીડ મેળવી છે. મધ્યપ્રદેશની 101 સીટો પર ટ્રેન્ડ આવ્યા છે. અહીં ભાજપ 50 સીટો પર અને કોંગ્રેસ 49 સીટો પર આગળ છે. જ્યારે અન્ય 2 બેઠકો પર આગળ છે.
છત્તીસગઢના પ્રારંભિક ટ્રેન્ડ્સમાં કોંગ્રેસને લીડ મળતી દેખાઈ રહી છે. 40 સીટો પર જાહેર થયેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 23 સીટો પર અને ભાજપ 17 સીટો પર આગળ છે.
તેલંગાણામાં 87 સીટો પર ટ્રેન્ડ સામે આવ્યા છે. અહીં KCRની પાર્ટી BRS 30 સીટો પર, કોંગ્રેસ 50 પર, BJP 2 પર અને AIMIM 5 સીટો પર આગળ ચાલી રહી છે.
છત્તીસગઢના બીજેપી નેતા અને પૂર્વ સીએમ રમણ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે અંધકાર દૂર થઈ ગયો છે, સૂરજ ઉગ્યો છે, કમળ ખીલવાનું છે. તમામ કાર્યકર મિત્રોએ આ મતગણતરી પ્રક્રિયા સાથે જોડાયેલા રહેવું જોઈએ, કારણ કે બીજેપી બહુ જલ્દી આવી રહી છે.