ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, ગણતરી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ…
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસે પરિવહન વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરે રેડ પાડી હતી. જેમાં કુબેરનો ખજાનો મળ્યો હતો. આ કોન્સ્ટેબલના ઘરમાંથી સોના, ચાંદીના મળેલા જથ્થાને જોઈ પોલીસ પર અચંબામાં પડી ગઈ હતી.
આ પણ વાંચો : Pegasusનું ભૂત ફરી ધૂણ્યુંઃ 300 ભારતીય બન્યા જાસૂસીનો શિકાર
ટાઈલ્સની નીચેથી નીકળ્યો ચાંદીનો ભંડાર
કોન્સ્ટેબલના મકાનમાંથી અત્યાર સુધીમાં આશરે 300 કિલો સોના-ચાંદી અને કરોડોની કેશ મળી છે. તપાસકર્તા ટીમ જ્યાં હાથ નાંખી રહી છે ત્યાંથી સોના-ચાંદી અને કેશ મળી રહી છે. સૌરભ શર્માની ઓફિસમાં ટાઈલ્સની નીચેથી પણ ચાંદીનો ભંડાર નીકળ્યો હોવાનું કહેવાય છે.
દરોડામાં અત્યાર સુધીમાં 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું મળી આવ્યું છે. આ પહેલા પૂર્વ કેન્સ્ટેબલના મકાનમાંથી પોણા ત્રણ કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભોપાલમાં જંગલમાં લાવારિસ મળેલી કારમાંથી 52 કિલો સોનું અને આશરે 10 કરોડ રૂપિયા કેશ મળી હતી. જે કારમાંથી આ જથ્થો મળ્યો હતો તે ચંદન ગૌરના નામે રજિસ્ટર્ડ છે. ચંદન સૌરભ શર્માનો નજીકનો મિત્ર કહેવાય છે.
સોના, ચાંદી અને રોકડા ઉપરાંત સૌરભના ઘરમાંથી કરોડો રૂપિયાની અચલ સંપત્તિના કાગળ પણ મળ્યા છે. એક વર્ષ પહેલા સુધી આશરે 40 હજાર રૂપિયાના માસિક પગારની નોકરી કરતા સૌરભ પાસેથી મળેલા ખજાનાને જોઈ તપાસકર્તા અધિકારીઓ પર હેરાન થઈ ગયા છે. પોલીસ મુજબ સૌરભ અને ચંદન બંને હાલ ફરાર છે, તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સૌરભ વિદેશ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કારમાંથી મળેલા 54 કિલો ગોલ્ડ, 9 કરોડ કેશ અને સૌરભના ઘરમાંથી મળેલી 200 કિલો ચાંદીમાં એક જ પ્રકારની બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પ્રિયંકા શુક્લાએ જણાવ્યું હતું કે રતિબાદ પોલીસ સ્ટેશનમાં બાતમીદારે જણાવ્યું હતું કે કુશલપુરા રસ્તા પર લાંબા સમયથી ઇનોવા ક્રિસ્ટા બિનવારસી હાલતમાં ઊભી છે. તેમા સાતથી આઠ બેગ છે.
આ પણ વાંચો : પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP-કોંગ્રેસનો દબદબો
આવકવેરા અધિકારીઓએ પોલીસની ટુકડીની સાથે જંગલમાંથી ગાડી જપ્ત કરી હતી. તેમાથી ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીની કેપ પણ મળી હતી. કારમાં મેક અપનો સામાન જોતાં તેને છોડવામાં આવી ત્યારે મહિલા પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.