નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામઃ રાજસ્થાનના ચિરૂથી જાહેર કરેલા ઉમેદવાર દેવેન્દ્ર ઝાઝરિયા છે કોણ?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે 195 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. પીએમ મોદી વારાણસી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધી નગરથી ચૂંટણી લડશે. આ વખતે ભાજપ દ્વારા અનેક યુવાન ચહેરાને પણ ટિકિટ આપવામાં આવ્યું છે, જેમાં એક નામ દેવેન્દ્ર ઝાઝરિયાનું પણ છે. આ દેવેન્દ્ર ઝાઝરિયા? ચાલો જાણીએ તેમના વિશે.

ભાજપ દ્વારા રાજસ્થાનના ચિરૂ લોકસભા સીટથી દેવેન્દ્ર ઝાઝરિયાને ઉમેદવારની ટિકિટ આપવામાં આવી છે. 42 વર્ષના દેવેન્દ્ર ઝાઝરિયા ભારતના એક એથલીટ છે. ઝાઝરિયા ભારતના જાણીતા જૈવલીન થ્રોઅર રહી ચૂક્યા છે. ચિરૂમાં જન્મેલા ઝાઝરિયા પહેલી વખત જ રાજકારણમાં પ્રવેશ કરવાં જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ આઠ વર્ષની ઉંમરમાં એક ઘટનાને લઈને ઝાઝરિયાએ તેમનો ડાબો હાથ ગુમાવી દીધી હતો તેમ છતાં આગળ વધીને તેમણે ભારતનું નામ સ્પોર્ટ્સ ક્ષેત્રે રોશન કર્યું હતું. તેમના પિતાને કેન્સરનું નિદાન થતાં ઝાઝરિયાએ સ્પોર્ટ્સથી દૂર થવાનું નક્કી કર્યું હતું.

જોકે પિતાના કહેવા પર દેવેન્દ્રએ જૈવલીન થ્રો પર ફોકસ કરી 2020માં નેશનલ લેવલની સ્પર્ધામાં મેડલ જીત્યું હતું અને 2008 અને 2012માં તેઓ પેરાલમ્પિકમાંના જૈવલીન થ્રોમાં સામેલ થયા હતા. ઝાઝરિયાની પત્ની મંજુ પણ નેશનલ લેવલની કબડ્ડીની ખેલાડી છે. જીવનની આ બધી મુશ્કેલીઓને પાર કરીને પોતાના રાજકારણ કરિયરની શરૂઆત કરી રહેલા ઝાઝરિયા હવે ભાજપ માટે શું કમાલ કરશે તેના પર સૌ કોઇની નજર રહેવાની છે.

જૈવલીન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયા પેરાલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પહેલા ખેલાડી બન્યા હતા. તેમ જ ટોક્યો પેરાલમ્પિકમાં બ્રોન્ઝ અને આઇપીસી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તેમણે જીત્યું હતું. આ સાથે 2004માં એથેન્સ અને 2016માં રિયો પેરાલમ્પિકમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ લાવ્યું હતું. 2012માં દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે બાદ 2017માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને 2022માં પદ્મ ભૂષણથી પણ તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button