તો સંસદમાં પીએમ મોદી પર હુમલો થયો હોતઃ સ્પીકરે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ગઈ કાલે લોકસભામાં પોતાનું ભાષણ મોકૂફ રાખવામાં આવ્યું હતુ, તેને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે પીએમ મોદી લોકસભામાં બજેટ સત્ર દરમિયાન પોતાનું ભાષણ આપવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ ભાષણને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. તેનું કારણે જાણવા મળ્યું છે. લોકસભાના સ્પીકરે આ મામલે ખૂદ ખુલાસો કહ્યું હતું કે પ્રધાનમંત્રીને ગૃહમાં નહીં આવવાનો મેં આગ્રહ કર્યો હતો.
સદનમાં પીએમ મોદી પર હુમલો થવાનો હતો
લોકસભાની કાર્યવાહી દરમિયાન ગઈ કાલે વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આમાં એનડીએના અનેક સાંસદોએ વિપક્ષ પર આક્ષેપો કર્યાં છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોટો દાવો કરતા કહ્યું હતું કે ગઈ કાલે સદનમાં પીએમ મોદી પર હુમલો થવાનો હતો. જોકે, લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવેલો દાવો ખરેખર ચિંતાજનક છે.
લોકસભા સ્પીકરે કોંગ્રેસના સાંસદોને ચેતવાણી આપી
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સદનમાં ચાલી રહેલી સ્થિતિને ધ્યાને રાખતા મેં પીએમ મોદીને સદનમાં ના આવવાનો આગ્રહ કર્યો હતો, જેને પીએમ મોદીએ માની પણ લીધો હતો. સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના સાંસદોને ચોખ્ખા શબ્દોમાં ચેતવાણી આપી છે કે, જો પોસ્ટરો લઈને સદનમાં આવશો તો સંસદની કાર્યવાહી નહીં ચાલે!
ગઈ કાલેની ઘટના અંગે લોકસભા સ્પીકરે ચિંતા વ્યક્ત કરી
લોકસભાના સ્પીકરે કહ્યું કે, આ સદનમાં બુધવારે કેટલાક સાંસદોએ જે પ્રકારનો વ્યવહાર કર્યો તેવો વ્યવહાર લોકસભાની શરૂઆતથી લઈને આજ સધી ક્યારે નથી થયો. આજ સુધીનો ઈતિહાસ રહ્યો છે કે, રાજનીતિક મતભેદોને આજ સુધી લોકસભા ગૃહના કાર્યાલયમાં લાવવામાં આવ્યા નથી. સ્વાભાવિક છે કે, લોકસભા સ્પીકરે કાલની ઘટનાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: ફ્રેકચર પછી શશી થરુર પહોંચ્યા સંસદ ભવન, દિલની વાત કહી નાખી ‘નજર તો લગ ગઈ…’



