નેશનલ

પાર્ટીની બેઠકમાં જ બખડી પડ્યા કન્હૈયા કુમાર અને સંદીપ દિક્ષિત, કોંગ્રેસના ઉમેદવાર બેઠકની વચ્ચે ચાલ્યા ગયા

લોકસભાની ચૂંટણી માટે મતદાનનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે બીજા તબક્કાનું મતદાન 25 એપ્રિલના રોજ થવાનું છે. દરમિયાન દિલ્હીમાં કોંગ્રેસમાં પરસ્પર મતભેદો વધી રહ્યા છે. દિલ્હીમાં 25મી એપ્રિલના રોજ મતદાન છે. અહીં લોકસભાની કુલ સાત બેઠકો છે. કોંગ્રેસે આ માટે AAP પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચાર સીટો પર અને કોંગ્રેસના ઉમેદવાર ત્રણ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ પરસ્પર તકરાર અને વિરોધના કારણે પાર્ટીનો ચૂંટણી પ્રચાર બહુ ધીમો અને ઢીલો છે. પાર્ટીની અંદરના મતભેદ પણ સામે આવી રહ્યા છે જેના કારણે ભાજપ સાથે પાર્ટીનો મુકાબલો ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ હાઈ કમાન્ડે કનહૈયા કુમારને નોટ ઇસ્ટ દિલ્હી સીટ પરથી પોતાનો ઉમેદવાર બનાવ્યા છે, જેને લઈને પાર્ટીના દિલ્હી યુનિટમાં ખળભળાટ વધી ગયો છે. ભાજપે ફરી એક વાર ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીને તક આપી છે.


કન્હૈયા કુમારની ઉમેદવારી સામે નારાજગી અને બળવાને રોકવા માટે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી દ્વારા પૂર્વોત્તર જિલ્લાના પૂર્વ વિધાન સભ્યો અને અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં દિલ્હી કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા પણ સામેલ હતા અને વરિષ્ઠ નેતા સંદિપ દિક્ષિત પણ આ બેઠકમાં આવ્યા હતા, તેઓ મંચ પર જવાને બદલે પૂર્વ વિધાન સભ્ય અને અધિકારીઓની વચ્ચે બેસી ગયા હતા જ્યારે લવલીએ તેમને સ્ટેજ પર બોલાવ્યા તો તેમણે ના પાડી દીધી હતી.


જ્યારે કન્હૈયા કુમારે પોતે તેમને મંચ પર બોલાવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને કન્હૈયા કુમારની ઉમેદવારી સામે પોતાનો વિરોધ કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે કન્હૈયા કુમારની ઉમેદવારીને કારણે કોંગ્રેસને ઉત્તર પૂર્વની સિંહ સાથે સાથે દિલ્હીની અન્ય સીટ પર પણ ઘણું નુકસાન થશે. કેટલાક લોકોએ એમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. કન્હૈયા કુમારે તેમને કહ્યું કે તમે ભાજપની ભાષા બોલો છો, આના કારણે દીક્ષિ નો ગુસ્સો વધુ વધી ગયો હતો. તેમણે બધાની સામે કન્હૈયા કુમારને અપશબ્દો કહ્યા હતા. આ ઘટનાથી ગુસ્સે થઈને કન્હૈયા કુમાર બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. આમ આ બેઠક અનિર્ણિત નીવડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button