લોકસભા ચૂંટણીઃ કાશ્મીરમાંથી સ્થળાંતર કરનારાઓને મત આપવા ‘Form M’ ભરવું નહીં પડે
જમ્મુ: ચૂંટણી પંચે લાંબા સમયની માંગને ઘ્યાનમાં રાખીને વિસ્થાપિત લોકો માટે હાલની મતદાન યોજનામાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે અને જમ્મુ અને કાશ્મીરના જમ્મુ અને ઉધમપુર જિલ્લાના કાશ્મીરમાંથી સ્થળાંતર કરનારાઓએ હવે લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં મતદાન કરવા માટે ‘Form M’ ભરવાની જરૂર રહેશે નહીં. આ અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં દરેક સંસદીય અને વિધાનસભા ચૂંટણી પહેલા ઘાટીમાંથી વિસ્થાપિત મતદારો માટે ફોર્મ ભરવાનું ફરજિયાત હતું.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વ્યવસ્થા અનુસાર જમ્મુ અને ઉધમપુરના વિવિધ કેમ્પ અથવા ઝોનમાં કાશ્મીરી સ્થળાંતરીત મતદારોએ હવે ‘ફોર્મ M’ ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ જે ઝોનમાં નોંધાયેલા છે અથવા રહે છે તેમાં આવતા વિશેષ મતદાન મથકો સાથે તેમને મેપ કરવામાં આવશે.
કમિશને રાજપત્રિત અધિકારીઓ દ્વારા અગાઉના જરૂરી પ્રમાણપત્રને બદલે સ્વ-પ્રમાણીત મંજૂરી આપીને દિલ્હી અને દેશના અન્ય સ્થળોએ રહેતા સ્થળાંતરકારો દ્વારા ફોર્મ એમ ફાઇલ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે.
જો કે, બોગસ મતદાન ટાળવા, ખાસ મતદાન મથકો પર મતદારોએ કાં તો મતદાર I કાર્ડ અથવા મતદારોની ઓળખ માટે પંચ દ્વારા નિર્ધારિત કોઈપણ વૈકલ્પિક દસ્તાવેજો સાથે રાખવા પડશે. પોસ્ટલ બેલેટ સુવિધામાં કોઈ ફેરફાર થયો નથી અને તે અગાઉ સૂચિત કર્યા મુજબ ચાલુ રહેશે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ પાંચ તબક્કામાં ૧૯ એપ્રિલ (ઉધમપુર) અને 26 એપ્રિલ (જમ્મુ), ૭ મે (અનંતનાગ-રાજૌરી), ૧૩ મે (શ્રીનગર) અને ૨૦ મે (બારામુલ્લા)માં લોકસભા ચૂંટણી યોજાશે. ૪ જૂને મતગણતરી હાથ ધરાશે.