આમચી મુંબઈનેશનલ

લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન

નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણી પંચ સહિતની સરકારી સંસ્થાઓ લોકોમાં મતદાન અંગે જાગરૂકતા ફેલાય તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુંબઈમાં પણ ઉપનગર જિલ્લાધિકારી કાર્યાલય તરફથી વિવિધ ઉપક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપક્રમના એક ભાગ ‘સ્વીપ’ અંતર્ગત અંધેરી અને વર્સોવા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુને વધુ મતદારો તેમની મતદાનની ફરજ બજાવે એ માટે તેમને પ્રશિક્ષણ આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવ્યું હતું. વિલેપાર્લે ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્તરના અધિકારી, ક્ષેત્રીય અધિકારી, આશા સેવિકા, આંગણવાડી સેવિકા, બચત ગટની મહિલાઓ સામેલ થયા હતા.

આ પણ વાંચો : કૉંગ્રેસના મોઢા પર મુક્કો મારી boxer Vijender Singh જોડાશે ભાજપમાં…

આ તમામ અધિકારીઓ અને સામાન્ય જનતાને લોકોમાં મતદાન વિશે જાગરૂકતા કઇ રીતે ફેલાવવી તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય એ માટે લોકોને કઇ રીતે પ્રોત્સાહિત કરવા તે પણ તેમને જણાવવામાં આવ્યું હતું.

હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં થતા મતદાનની ટકાવારી 50 ટકા છે. એટલે કે કુલ મતદાતાઓના ફક્ત પચાસ ટકા મતદાતાઓ જ મતદાનમાં ભાગ લે છે. આ ટકાવારી ઓછામાં ઓછી 50 ટકાથી વધારીને 70 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે. એટલે કે મતદાનની ટકાવારીમાં 20 ટકા મતદાન વધે એ માટે પ્રશાસન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં તહેસીલદાર, ચૂંટણી અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનના તમામ સ્તરના કર્મચારી અને અધિકારીઓનો સહભાગ મળે એના પ્રયાસ શરૂ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…