લોકસભા ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, મહારાષ્ટ્રમાં 20 ઉમેદવારને આપી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર પહેલા સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ આજે તેની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં દિગ્ગજ નેતાનો સમાવેશ કર્ય છે. બીજી યાદીમાં નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરને ટિકિટ આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદીમાં મહારાષ્ટ્રના ઉમેદવારની જાહેરાત કરી નહોતી, પરંતુ બીજી યાદીમાં નાગપુર સહિત 20 ઉમેદવારને ટિકિટ આપી છે. નાગપુરની બેઠક પરથી નીતિન ગડકરી, પંકજા મૂંડેના નામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાંથી નીતિન ગડકરી અને પંકજા મૂંડેનું નામ જાહેર કરવાથી વિપક્ષોની પણ બોલતી બંધ કરી છે. આ ઉપરાંત, મુંબઈ ઉત્તરની બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, મુંબઈ ઉત્તર પૂર્વમાંથી મિહિર કોટેચાને ટિકિટ મળી છે.
હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયાના નામની જાહેરાત કરી છે. ગુજરાતમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વ, હસમુખભાઈ પટેલ, ભાવનગરથી નિમુબેન બાભણિયા, વડોદરાથી રંજનબેન ધનંજય ભટ્ટ, છોટા ઉદેપુરથી જશુભાઈ ભીલુભાઈ રાઠવા, સુરતથી મુકેશભાઈ દલાલ, વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપી છે.
ઉત્તર ભારતમાં હરિદ્વારથી ત્રિવેન્દ્રસિંહ રાવત, ફરિદાબાદથી કૃષ્ણપાલ ગુર્જર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચાંદરોલિયા, પૂર્વ દિલ્હીથી હર્ષ મલ્હોત્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. હમિરપુરથી અનુરાગ ઠાકુર, ઉજ્જૈનથી અનિલ ફિરોજિયા, દક્ષિણ બેંગલુરુથી તેજસ્વી સૂર્યા, ડિંડોરીથી ભારતી પવાર, ગુરુગ્રામથી રાવઈનદ્રજીત સિંહને ટિકિટ આપી છે.
ભારતીય જનતા પાર્ટીએ 72 ઉમેદવારની જાહેરાત કરી છે, જેમાંથી સાત ગુજરાત, 2 દિલ્હી, 6 હરિયાણા, 2 હિમાચલ પ્રદેશ, 20 કર્ણાટક, ઉત્તરાખંડના 2, મહારાષ્ટ્રના 20, તેલંગણા છ અને ત્રિપુરામાંથી એક ઉમેદવારનો સમાવેશ થાય છે.