નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ભાજપની રેલીમાં ‘અલ્લાહુ અકબર’ના નારા

પશ્ર્ચિમ બંગાળમાં જોવા મળ્યું દુનિયાની સૌથી મોટી પાર્ટીનું અલગ રૂપ

કુચબિહાર: ભાજપ લઘુમતી મોરચા દ્વારા કૂચ બિહારના ઉમેદવાર નિસિથ પ્રામાણિકના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીમાં પશ્ર્ચિમ બંગાળના દિનહાટામાં ‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવવામાં આવ્યા હોવાનું બહાર આવતાં હવે અનેક લોકોનાં ભવાં ઉંચકાયા છે. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરી રહેલી ભગવા પાર્ટી ભાજપની રેલીમાં અલગ રંગ જોવા મળ્યો છે.

ભાજપના કૂચ બિહાર વિભાગના પ્રમુખ અને વિધાનસભ્ય સુકુમાર રોયે કબૂલ કર્યું હતું કે બે વિધાનસભા ક્ષેત્રો સીતાઈ અને દિનહાટમાં નિસિથના સમર્થનમાં ગુરુવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમો પણ સહભાગી થયા હતા. આ રેલીમાં માઈનોરિટી મોરચાના સભ્યો દ્વારા અલ્લાહુ અકબરના નારા લગાવવામાં આવ્યા હતા તે વાત સાચી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે ટૂંક સમયમાં કૂચ બિહાર શહેરમાં સમગ્ર જિલ્લાના મુસ્લિમો સાથે રેલી યોજીશું. રોયે કહ્યું કે આ જિલ્લા છે જ્યાં પક્ષ પાસે ભટેગુરીમાંથી મુસ્લિમ પંચાયત સમિતિના સભ્ય હોય.

આપણ વાંચો: બંગાળના કૉંગ્રેસી નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટી છોડી: ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા

ભાજપાના સમર્થકોના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળના રાજવંશી મુસ્લિમોનો મોટો વર્ગ ખાસ કરીને કૂચ બિહાર જિલ્લાના સુક્તબારી વિસ્તારના લોકોએ આ મહિનાની શરૂઆતમાં સિલિગુડીમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં પણ ભાગ લીધો હતો.

અહીંની પરિસ્થિતિ બદલાઈ રહી છે. લોકો હવે ટીએમસીને સાંપ્રદાયિક લેબલ લગાવી રહ્યા છે કારણ કે આ પાર્ટી હંમેશા મુસ્લિમોના વોટ માટે ઉપયોગ કરતી હતી, એમ રોયે કહ્યું.

અહીં ઉલ્લેખનીય છે કે પ્રામાણિકે બે મહિના પહેલા એક મીટિંગ કરી હતી જેમાં બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

મોદીએ હાલમાં જ કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ ટીએમસી વિરુદ્ધ વોટ કરશે કારણ કે સંદેશખાલીમાં મહિલાઓ પરના અત્યાચારના બનાવોમાંથી તેમણે બોધપાઠ લીધો છે અને તેઓ ભાજપ તરફ વળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button